તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પશ્ચિમ બંગાળના ચૂંટણીની અસર સંઘપ્રદેશમાં દેખાય

વાપી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપે સ્થાઇ થયેલા પાસે સમર્થન માગ્યું

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે રવિવારે સેલવાસમાં બંગાળી સમાજના લોકો પાસે બંગાળની ચૂંટણીમાં ભાજપ માટે સમર્થન માગ્યું હતું. બંગાળી એસોસિએસન, સેલવાસના પ્રમુખ સંજય પોદ્દર અને દુર્ગા પૂજા સમિતિના પ્રમુખ એસ.કે. જાનાની સાથે બંગાળી સમાજના અગ્રણી સાથે અટલ ભવનમાં બેઠક કરી હતી.

પ્રમુખ દીપેશ ટંડેલે કહ્યું હતું કે, ભાજપ સુરક્ષા, લોકોમાં સારા સ્વાસ્થય સેવા, શિક્ષણ, રોજગારીના અવસર, વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ભષટાચાર મુક્ત અને ભયમુકત વાતાવરણમાં નવાભારતના નિર્માણ સાથે ભાજપ બંગાળમાં ચૂંટણી લડી રહી છે. પશ્ચિમ બંગાળના પ્રતિનિધિ મંડળે પણ ભાજપની સાથે સમર્થનમાં ઊભા રહેવાની ખાતરી આપી હતી. બેઠકમાં સંગઠનના મહામંત્રી વિવકે ધાડકર, સેલવાસના જિલ્લા અધ્યક્ષ અજય દેસાઇ, શહેર પ્રમુખ આશિષ ઠક્કર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો