તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેવાનિયતની હદ:વાપીના અંબાચમાં પત્ની બે સંતાન સાથે અલગ રહેતી હોવાથી પતિએ આડા સંબંધની શંકામાં પત્નીને માર મારી હાથની બે આંગળી કાપી નાખી, હોસ્પિટલમાં દાખલ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વાપીના અંબાચ ગામે બે સંતાન સાથે રહેતી મહિલા ઉપર અન્ય સાથે આડા સંબંધની શંકા રાખી દુબઇ રિટર્ન પતિએ કોયતાથી હુમલો કરી તેની બે આંગળી છુટી કરી નાંખી હતી. ત્યારબાદ મારવાની ધમકી આપી ફરાર થઇ જતા મહિલા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે અંગે ડુંગરા પોલીસે ફરાર પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિ અગાઉ દુબઈ કામ કરતો હતો
વાપીના અંબાચ ચાર રસ્તા પાસે મનોજ પટેલની રૂમમાં રહેતા સોનલબેન પટેલ તેમના બે સંતાન સાથે રહે છે અને વાપી જીઆઇડીસી ખાતે ઇ-મેડિકલ કંપનીમાં નોકરી કરી ઘર ગુજરાન ચલાવે છે. તેમનો પતિ નિતીન રમેશ પટેલ અગાઉ દુબઇમાં સેન્ટીંગ ફીટરનું કામ કરતો હતો અને ત્રણ મહિના પહેલા જ અંભેટીમાં પોતાના ઘરે આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી પત્ની સોનલ ઉપર ખોટો વહેમ રાખી દુબઇથી ફોન કરીને આક્ષેપ કરતો હતો. જેથી 8 માસ પહેલા સોનલબેન પતિને છોડી બંને સંતાનોને લઇ અંબાચમાં રહેવા આવી ગયા હતા.

પતિ ફરાર થઈ ગયો
મંગળવારે સોનલબેન કંપનીમાંથી કામ કરી સાંજે ઘરે પહોંચ્યા હતા. તે સમયે પતિ નિતીન ત્યાં આવી પહોંચ્યો હતો. તારો બીજા પુરૂષ સાથે આડો સંબંધ છે તો કોની સાથે છે કહી ઢીકમુક્કીનો માર મારી કોયતાથી માર મારતા ડાબા હાથની છેલ્લી બે આંગળીઓ કપાઇને છુટી પડી ગઇ હતી. લોહીલુહાણ કર્યા બાદ મારી નાંખવાની ધમકી આપી પતિ ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો