માનવતા ​​​​​​​મહેકાવી:પારડીમાં અકસ્માતમાં મહિનાથી બેભાન યુવકની સારવાર- ભોજનની વ્યવસ્થા હોસ્પિટલે પુરી પાડી

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ સુધી યુવકના વાલી-વારસનો કોઈ પત્તો લાગ્યો નથી

પારડી કુરેશી હોસ્પિટલમાં એક મહિના અગાઉ 108 દ્વારા અકસ્માત થયેલા બેભાન યુવકને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો. આ યુવકની હાલત ખૂબ ગંભીર હોવાથી ફરજ પરના તબીબો ,ડો.એમ.એમ.કુરેશી તથા તેમના સ્ટાફે યુવકની સારવાર હાથ ધરી હતી.હોસ્પિટલના સ્ટાફની મહેનતથી યુવકને ફરી પાછો મૂળ સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમ્યાન આ યુવક સાથે એમના ભાઈ હોવાનું કહીં અન્ય એક વ્યક્તિ પણ રહેતો હતો પરંતુ સમય વિતતા આ અજાણ્યો યુવક સંપૂર્ણ રીતે સારો થઈ જતા સાથે રહેતો યુવક અચાનક ગાયબ થઈ ગયો હતો.

ત્યારબાદ પણ માનવતાના ધોરણે તબીબોએ તથા સ્ટાફે આ યુવકની સેવાચાકરી ચાલુ રાખી હતી. હાલની તારીખમાં પણ આ યુવક હોસ્પિટલમાં જ રહે છે અને હોસ્પિટલની નર્સ પોતાના ટિફિનમાંથી તેમને જમવાનું આપી રહી છે આમ આજના જમાનામાં પૈસા વિના કોઈ પણ કામ થતું નથીની યુક્તિને ખોટી ઠેરવી માનવ ધર્મ એ જ સાચો ધર્મ હોવાનું પારડી હોસ્પિટલ અને એમના તમામ સ્ટાફે પુરવાર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...