લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ચૂંટણી જંગમાં જે પણ ઉમેદવારો ઉભા રહ્યા હોય તેમાંથી મતદારે એક પણ ઉમેદવારને મત આપવો ન હોય તો તેવા મતદારો માટે નોટાનો વિકલ્પ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર કુલ 16112 મતદારોએ નોટાનો વિકલ્પ પંસદ કર્યો હતો.જેમાં સૌથી વધુ 4189 મત ધરમપુર બેઠક પર નોટામાં પડ્યા હતા.
જ્યારે સૌથી ઓછા 2316 મત પારડી બેઠક પર નોટામાં પડ્યા હતા.જ્યારે વલસાડમાં 2815, કપરાડામાં 4020 અને ઉમરગામમાં 2772 મતદારોએ નોટાનું બટન દબાવી લોકશાહીના આ પર્વમાં તમામ ઉમેદવારોને જાકારો આપ્યો હતો. કપરાડામાં આપના ઉમેદવારે નોંધપાત્ર 53168 મત મેળવતા ભાજપની લીડને અસર : કપરાડાની બેઠક ઉપર કોંગ્રેસના વસંત પટેલને 58031 અને આપને 53168 મત મળતાં આપના ઉમેદવાર જયેન્દ્ર ગાવિતે પડકાર આપ્યો હતો. ભાજપના જીતુભાઇ ચૌધરીની સરસાઇને અસર પહોંચી હતી.જીતુભાઇને આ વખતે અહિ 32968ની લીડ મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.