તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ભીલાડની આયશા ક્લિનિકમાં આરોગ્ય વિભાગ તપાસ કરશે

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરના સ્ટિંગ બાદ ક્લિનિક બંધ કરી છૂ થઇ ગયા
  • મિલીભગત હશે તેની સામે પગલા લેવાશે- હેલ્થ ઓફિસર

ભીલાડ સ્થિત આયશા ક્લિનિકમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તબીબની ગેરહાજરીમાં દર્દીઓને ઇંજેક્શન અને ગ્લુકોઝની બોટલો ચઢાવતા ભાસ્કરના કેમેરામાં કેદ થયા હતા. આ કેસમાં ઉમરગામ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાશે. જોકે સમાચાર પ્રકાશિત થયા બાદથી જ ક્લિનિક બંધ કરી તમામ ફરાર થઇ ગયા છે.

ભીલાડ ચારરસ્તા પાસે આવેલ આયશા ક્લિનિકમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા દર્દીઓને પાટાપિંડી તેમજ ઇંજેક્શન અને બોટલો ચઢાવવાની ઘટના ભાસ્કરે સ્ટીંગ કરી કેમેરામાં કેદ કર્યા બાદ સમાચાર પ્રકાશિત કરતા જ રવિવારથી ક્લિનિક બંધ કરી દેવાઇ છે. સેલવાસના ડો.જનક ત્રિવેદી ભીલાડ અને ઉમરગામમાં ક્લિનિક ધરાવે છે અને પોતે ત્યાં હાજર ન રહી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે ઉમરગામના આરોગ્ય ખાતાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહીલથી વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ ક્લિનિક બંધ હોવાથી કાર્યવાહી કરવામાં વિલંબ થઇ રહ્યો છે. આ ક્લિનિક ખુલતા જ પોલીસ વિભાગને સાથે લઇ સ્થળ ઉપર રેઇડ કરી જવાબદારો સામે યોગ્ય પગલા લેવાની તૈયારી હાથ ધરી છે. જે માટે વિભાગના મેડિકલ ઓફિસરથી પણ વાત થઇ છે.

મેડિકલવાળો ક્લિનિકનો સંચાલન કરતો
આયશા ક્લિનિકની બાજુમાં આવેલ એક મેડિકલવાળો જ ક્લિનિકનો સંચાલન કરતો હોવાનું બહાર આવ્યું છે. તેમજ ક્લિનિકમાં દર્દીઓને પાટાપિંડી કરતો યુવક આ મેડિકલમાં જ કામ કરતા હોવાની માહિતી મળી છે. આરોગ્ય વિભાગની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...