તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કપરાડાની શિક્ષિકાને હેરાન કરનાર શાળાના મુખ્ય શિક્ષકને 50 કિમી દુર ખસેડી દેવાયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકની દાનહની બોર્ડરથી મહારાષ્ટ્ર નજીક બદલી,ગાંધીનગર ફરિયાદ કરાતા ગાજ

જિ. પ્રાથમિક શાળાઓના શિક્ષકોમાં હાલ એક મુખ્ય શિક્ષક વિરુધ્ધ મહિલા શિક્ષકાના વિવાદની ભારે ચર્ચા ચાલી રહી છે. શિક્ષકાએ મુખ્ય શિક્ષક વિરુધ્ધ હેરાન ગતિ, માનસિક ત્રાસ અને સતામણીની ફરિયાદ કરતા મુખ્ય શિક્ષકને કપરાડાના ટુકવાડા એટલે કે દાનહની બોર્ડરથી મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા કપરાડાના વિરક્ષેત્ર 50 કિ.મી દુર બદલી કરી દેવાઇ છે.

જિ. પં. સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ ઓનલાઇન શિક્ષણ શરૂ થવાની સાથે વિવાદ પણ બહાર આવી રહ્યાં છે. કપરાડા તાલુકાના ટુકવાડા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ગંગારામ રાઉત ફરજ બજાવતાં હતા. તેમની સામે સાથી મહિલા શિક્ષિકાએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરતાં આ મુદોે ચર્ચાના ચોકડોળે ચઢયો છે. શિક્ષિકાએ પ્રા. શિક્ષણ વિભાગને કરેલી ફરિયાદમાં મુખ્ય શિક્ષક માનસિક ત્રાસ, હેરાનગતિ અને સતામણી કરી રહ્યાં હોવાનું જણાવ્યુ હતું. જેને લઇ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આંતરીક ફરિયાદ નિવારણ સમિતિને તપાસ સોંપી હતી.

આ તપાસ બાદ મુખ્ય શિક્ષક ગંગારામ રાઉતને દાહનની બોર્ડર પર આવેલાં ટુકવાડા ગામથી દુર એવા કપરાડા અંતરયાળ એવા વિરક્ષેત્રમાં (50 કિ.મી) બદલી કરી દેવામાં આવી છે. આ મુદોે હાલ પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ભારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય શિક્ષક સામે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચતાં અાખરે તેની સામે કાર્યવાહી થઇ હતી.

મુખ્ય શિક્ષક હવે શિક્ષક તરીકે ફરજ બજાવશે
શિક્ષિકાના આક્ષેપો બાદ મુખ્ય શિક્ષકની બદલી અંતરયાળ પ્રાથમિક શાળામાં કરી દેવામાં આવી છે. આ સાથે મુખ્ય શિક્ષક (આચાર્ય) હવે શિક્ષક તરીકે ફરજ બજાવશે. તેઓ નિયમિત આચાર્ય નથી આચાર્ય તરીકે કાયમી નિમણૂક નથી.

તમામ આક્ષેપો અંગે ખાતાકીય તપાસ કરાશે
કપરાડાના મુખ્ય શિક્ષક સામે શિક્ષિકાએ ફરિયાદ કરી હતી. જેમાં શાળાની મહિલા શિક્ષિકાએ હેરાન ગતિ, માનસિક ત્રાસ અને સતામણીની ફરિયાદ કરી હતી. જેને લઇ આંતરીક ફરિયાદ નિવારણ સમિતિને તપાસ સોંપી હતી. જેનો અહેવાલ મળ્યા બાદ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે શાળાના શિક્ષકની બદલી કરવામાં આવી છે. તમામ આક્ષેપો અંગે ખાતાકીય તપાસ કરાશે.> ડી.ડી.બારિયા ,જિ.પ્રા.શિક્ષણ અધિકારી,વલસાડ

અન્ય સમાચારો પણ છે...