15 વર્ષે ભાજપ સત્તારૂઢ:દમણના કાર્યકરોની મહેનતે દીવ પાલિકાની તમામ બેઠક જીતી

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 બેઠક બિનહરીફ વિજેતા થયા હતા, તમામ 13 બેઠક કબજે કરી લીધી

સંઘપ્રદેશ દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શનિવારે મતગણતરીમાં તમામ 13 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોઈએક પક્ષને 100 ટકા સફળતા મેળવી છે. 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે.\nસંઘપ્રદેશ દીવ નગરપાલિકાની ચૂ઼ટણી પૂર્વે જ દમણના ભાજપના કાર્યકરો ખાસ કરીને પ્રભારી વિશાલ ટંડેલ અને જિજ્ઞેશ ડી. પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતમાં પાલિકાની 13 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાકીની સાત બેઠકો માટે 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. જેનું શનિવારે મત ગણતરી હાથ ધરાતા તમામ સાત બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે.

છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય 100 ટકા સફળતા મળી ન હતી. ભાજપે પાલિકાની તમામ 13 બેઠક ઉપર જવલંત વિજય મેળવીને એક નવો ઇતિહાસ સજર્યો છે. ચૂંટણી ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ, રાષ્ટ્રીય સચિવ વિજયા રાહટકર, સાંસદ લાલુભાઈ પટેલ, ચૂંટણી પ્રભારી વિશાલ ટંડેલ, જિલ્લા પ્રમુખ બિપીન શાહની આગેવાનીમાં લડવામાં આવી હતી.\n પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાઝા, જિલ્લા પ્રભારી જીજ્ઞેશ ડી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતા બામણિયા, રામજી પારસમણી, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલ અને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના સચિવ બી. એમ. માછીનો સહયોગ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...