તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહસિક કાર્ય:વાપી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પટકાયેલા યાત્રીને જીઆરપી જવાને બચાવ્યો

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાત્રી ટ્રેન નીચે આવે એ પૂર્વે જવાને દોડીને ખેંચી કાઢ્યો હતો

વાપી રેલવે સ્ટેશન પર રવિવારે સાંજે પ્લેટફોર્મ નંબર 1 ઉપર ચાલતી ટ્રેનમાં ચડવા જતા એક મુસાફરનો પગ લપસ્યો હતો. તેઓ ચાલતી ટ્રેઈનની સાથે ઘસડાયા હતા. જોકે, ટ્રેનમાંથી ઊતરી રહેલા જીઆરપી જવાનનું ધ્યાન જતાં તાત્કાલિક દોડીને યાત્રીને ખેંચી બહાર કાઢી લેતા બચાવ થયો હતો.

વાપી સ્ટેશને દાદર બિકાનેર ટ્રેન પસાર થઇ રહી હતી. એ વખતે જ ચાલતી ટ્રેનમાં એક મુસાફર ટ્રેનમાં ચડવા જતા. અકસ્માતે તેમનો પગ લપસી ગયો હતો. યાત્રીનો પગ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયા હતા. પરંતુ ટ્રેનના દરવાજાનું હેન્ડલ પકડેલું હોવાથી તેઓ ટ્રેનની સાથે ઘસડાયા હતા. આ વખતે જ ટ્રેનમાંથી ઊતરી રહેલા જીઆરપીના ડી સ્ટાફમાં ફરજ બજાવતા મહેશ સોલંકી નામક જવાનનું ધ્યાન જતા તેઓ તાત્કાલિક દોડી જઇ ટ્રેનની સાથે ઘસડાઈ રહેલા મુસાફરને પકડી લઇ બહાર ખેંચી કાઢતા તેમનો જીવ બચી ગયો હતો. સદ્નસીબે મુસાફરને કોઈ મોટી ઈજા થઈ ન હતી. આથી તેમને એજ ટ્રેનમાં બેસાડી દેવાયા હતા. સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...