તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકોનો નફો:કોરોના વચ્ચે પણ ભીલાડવાળા બેંકનો ગ્રોસ નફો 13.37 કરોડ

વાપી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગત વર્ષની સરખામણીએ 49.92 કરોડની થાપણો વધી

ભીલાડવાળા બેન્ક લિ. દ્વારા કોરોના મહામારી વચ્ચે 31 માર્ચ સુધીમાં કુલ 13.37 કરોડનો નફો હાંસલ કર્યો છે. આ સાથે ગત વર્ષની સરખામણીએ 49.92 કરોડની થાપણો વધી છે. આ ઉપરાંત ગ્રોસ એન.પી.એ. 13.05 ટકા તથા નેટ એન.પી.એ. 0.55 ટકા જાળવી રાખવામાં આવ્યો છે.ભીલાડવાળા બેન્ક 1930થી કાર્યરત અને જિલ્લામાં 11 શાખાઓ સાથે સભાસદોને ટેકનોલોજી સાથે સેવા પુરી પાડે છે. બેન્કના ચેરમેન જીતેન્દ્રકુમાર ક્રાંતિલાલ દેસાઇ અને સંચાલક મંડળના ડિરેકટરોની રાહભરી હેઠળ 31 માર્ચે પૂર્ણ થતાં નાણાંકીય વર્ષમાં 13.37 કરોડનો ગ્રોસ નફો નોંધાવ્યો છે.

31 માર્ચે બેન્કની કુલ થાપણો રૂ.761.13 કરોડ જેટલી છે થાય છે જે ગત વર્ષની સરખામણીએ રૂ.49.92 કરોડ જેટલી થાય છે. બેન્કનું ધિરાણ 434.21 કરોડ તથા બેન્કનો કુલ બિઝનેશ 1195.34 કરોડનો છે. હાલમાં ચાલતી કોરોનાની મહામારી જેવી વિકટ સ્થિતિમાં પણ બેન્કે એન.પી.એ. રિકવરીમાં નોંધપાત્ર પ્રગતિ કરી ગ્રોસ એન.પી.એ. 13.05 ટકા તથા નેટ એન.પી.એ. 0.55 ટકા જાળવવામાં સફળતા મેળવી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કરજદારોને છ માસનો મોરેટરિયમ પિરિયડ આપવામાં આવ્યો હતો. 24-3-2021ના રોજ સુપ્રિમકોર્ટના જજમેન્ટ દ્વારા ખાતાઓ એન.પી.એ.માં વર્ગીકૃત કરવાનો ચુકાદો અમલમાં આવ્યો છે,તેવા સંજોગોમાં પણ ટુંકાગાળામાં સારી મહેનત કરી પરિણામ મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો