તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ક્રાઇમ પેટ્રોલના કલાકાર સહિતની ટોળકી ATM ઠગાઇમાં પકડાયા

વાપી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપી સહિત મુંબઇમાં ATMમાંથી પૈસા કઢાવવાને નામે ઠગાઇ કરી હતી

વાપી સહિત મુંબઈ અને થાણે જિલ્લાના અનેક વિસ્તારમાં એટીએમમાંથી પૈસા કઢાવવામાં મદદ કરવાનું બહાનું કરીને ચાલાકીથી એટીએમ કાર્ડની બદલી કરીને છેતરપિંડી કરનારી ગેંગને વિરાર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. આરોપીમાં એક ટીવી કલાકાર પણ છે. જે લોકડાઉનને કારણે કામ નહીં મળતાં ઠગ બની ગયો હતો.

એટીએમ પર વૃદ્ધજનો અથવા પૈસા કંઈ રીતે કઢાવવા તેનાથી અજાણ લોકોને આરોપીઓ શોધતા હતા, જે પછી તેમને પૈસા કઢાવી આપવાનું કહીને છેતરપિંડી કરતા હતા. આવી અનેક ફરિયાદો આવતાં પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને પાંચ આરોપી ધર્મેન્દ્રકુમાર દુબે (40), અજય ભગેલુ શુક્લા (33) વસઈના રહેવાસી છે, જ્યારે બબલુ જોખન સરોજ (35), જિતેન્દ્રકુમાર લાલજીતકુમાર ચમાર (24), બ્રિજેશ ઈન્દ્રજિત ચૌહાણ (22) કાંદિવલીમાં રહે છે. આરોપીઓ પાસેથી વિવિધ બેન્કનાં 60 એટીએમ કાર્ડ જપ્ત કરાયા છે.

ઉપરાંત આ ગુના માટે તેઓ ઉપયોગમાં લેવાયેલી રિક્ષા, બાઈક મળી 2.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એટીએમ કાર્ડની તપાસ કરતાં આરોપીઓ સામે વાપીના ડુંગરા અને વિરાર, તુળીંજ અને ભિવંડીમાં ગુનાઓ દાખલ હોવાનું જણાયું છે.

અજય શુક્લાએ અનેક સિરિયલમાં કામ કર્યુ છે
અજય શુક્લાએ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા, ગણેશા, અકબર બિરબલ જેવી સિરિયલો અને અમુક વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂક્યો છે. જોકે કોવિડને લીધે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં કોઈ કામ નહીં મળતાં તે પણ આ ગુનામાં જોડાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો