2 વર્ષ પછી ઓફલાઇન પ્રશ્નપત્રો:ધો.9થી 12ની 286 સ્કૂલોમાં 18 ઓકટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાની પરીક્ષામાં કેટલાક પેપરો શિક્ષણ બોર્ડ પણ મોકલશે, વિદ્યાર્થીઓ હજી અવઢવમાં

વલસાડ જિલ્લામાં કોરોનાકાળના કારણે શિક્ષણ ઓનલાઇન થઇ ગયુ હતુ, જેના કારણે શાળાકીય પરીક્ષા ઓફલાઇન લેવામાં આવી ન હતી, હવે 18 ઓકટોમ્બરથી જિલ્લાની 286 ધો.9થી 12ની શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થશે. બે વર્ષ પછી વિદ્યાર્થીઓ શાળાકીય પરીક્ષા ઓફલાઇન આપશે. હાલ શાળાઓમાં પ્રથમ પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે.

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ.વસાવાના માર્ગદર્શન હેઠળ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યુ હતુ,જેથી શાળાકીય પરીક્ષા ઓફલાઇન લેવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે એટલે કે 18 ઓકટોમ્બરથી વાપી સહિત વલસાડ જિલ્લાની 286 શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાનાર છે. ધો.9થી 12ના વિદ્યાર્થીઓ બે વર્ષ પછી ઓનલાઇનની જગ્યાએ ઓફલાઇન પરીક્ષા આપશે.

આ અંગે શિક્ષણઅધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાથી તથા કેટલાક પ્રશ્નોપત્રો શિક્ષણબોર્ડ દ્વારા મોકલવામાં આવશે. સત્રાંત પરીક્ષા અંગેની જાણ શાળાઓને કરી દેવામાં આવી છે. આમ 18 ઓકટોમ્બરથી શાળાઅોમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે. જો કે હજુ પણ કેટલીક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછા મળી રહી છે. કોરોનાકાળમાં અોનલાઇન શિક્ષણના કારણે કેટલાક વિદ્યાર્થીઓમાં અોફલાઇન શિક્ષણ જલ્દી સ્વીકારી રહ્યાં નથી.

તમામ વિષયના પ્રશ્નપત્રોના જવાબ આપવા પડશે
કોરોના બાદ પહેલીવાર ધો.9થી 12ના વિદ્યાર્થીઓએ શાળામાં જઇને તમામ વિષયના પ્રશ્નપત્રોના જવાબ આપવા પડશે. આ પરીક્ષા સંપૂર્ણપણે ઓફલાઇન હશે. શિક્ષણ વિભાગ શાળાઓ પાસેથી પ્રશ્નપત્રોનો ખર્ચ વસૂલશે. કોઇ પણ શાળા સમયપત્રક આપવામાં આવેલ સમય તેમજ તારીખ કે વિષયમાં ફેરફાર કરી શકાશે નહિ. આ પરીક્ષામાં મુખ્ય વિષયના પેપર શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી સૂચના મુજબ પહોંચાડશે.

અન્ય સમાચારો પણ છે...