તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:વાપીમાં RSS કોવિડ કેર સેન્ટરમાં પ્રથમ દર્દી મુસ્લિમ દર્દીએ માત આપી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વયંસેવકો ધર્મના ભેદભાવ વિના રાત દિવસ કોરોનાગ્રસ્ત દર્દીઓને સેવા આપે છે

વાપીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. માધવ કોવિડ કેર નામના આ સેન્ટરમાં આર.એસ.એસના સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે. આ સેન્ટર પ્રથમ દર્દી તરીકે કલ્લન ખાન નામના એક મુસ્લિમ દર્દી દાખલ થયા છે.તેમને અહી પાંચ દિવસ સારવાર અપાયા બાદ સાજા થઇને બહાર આવ્યાં છે.વાપીની સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને જૈન સમાજના જીટો ગ્રુપ સહિત અન્ય સમાજના સહયોગથી અહી 40 બેડની ક્ષમતા ધરાવતું કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

એકલા રહેતા સંક્રમિત દર્દીઓ માટે આર.એસ .એસ દ્વારા વાપીમાં સૌરાષ્ટ્ર પટેલની વાડીમાં ચાલતા આ માધવ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવી રહ્યા છે. કોવિડ કેર સેન્ટરમાં પ્રથમ દિવસે પ્રથમ દર્દી તરીકે જોગાનુજોગ સૌ પ્રથમ દર્દી કલ્લન ખાન નામના એક મુસ્લિમ દર્દી દાખલ થયા હતા. મૂળ યુપીના કલ્લન ખાન નામના આ દર્દી વાપી નજીક એક કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા.

આ દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થતાં તેમને કોરોનાના લક્ષણો જણાતા તેમની તબિયત લથડી હતી. જેથી તેમના એક સાથી દ્વારા આ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા હતાં. 5 દિવસની સારવાર બાદ કલ્લન ખાન હવે સ્વસ્થ છે અને તેઓ કોરોના મુક્ત થયા છે. સંઘના સ્વયંસેવકોએ કલ્લન ખાનની સેવાની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...