સામાન્ય રીતે યુવાનો જ રમત-ગમત કે સ્પોટર્સમાં ટોપ સ્થાન મેળવતા હોય છે,પરંતુ વાપીના 62 વર્ષિય કાંતિભાઈ એ અનોખો રેકોર્ડ કર્યો છે. તેમણે ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી-લેહ સાઇકલ યાત્રામાં 18 હજાર ફુટ ઉચાઇએ સાઇકલ ચલાવી હતી. એટલું જ નહિ 3 વર્ષમાં 55 હજાર કિલોમીટર થી વધુ સાઇક્લિંગ કરી અનેક નવા રેકોર્ડ બનાવી યુવાનોને સ્વસ્થ રહેવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપી રહ્યાં છે. વાપી સલવાવના મુળ રહેવાસી અને હાલ ગુજરાતમાં સાઈક્લિંગ ક્ષેત્રે સફળતા મેળવનાર કાન્તીભાઈ પટેલની ઉંમર 62 વર્ષની છે,પરંતુ તેમનામાં હજુ પણ જુસ્સો યુવાન જોવો જોવા મળી રહ્યો છે.
કારણ કે સાઈક્લિંગમાં અત્યાર સુધીમાં અનેક નવા રેકોર્ડ તેમણે બનાવ્યાં છે.જેમાં ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મનાલી લેહ સાઈકલ યાત્રા કરી હતી. ભારત સરકારના રસીકરણ અભિયાનને તેજ બનાવવા માટે રાઈડ ફોર નેશનલ રાઈડ ફોર વેક્સિનેશન અંતગર્ત 18000 ફુટ ઉંચાઇએ મનાલી-લેહમાં સાયકલ ચલાવનાર પ્રથમ ગુજરાતી બન્યા હતાં. આ ઉપરાંત માઉન્ટ આબુના ગુરુ શિખર સુધી, કાશ્મીરથી પુના (2700 કિમી ,માત્ર 12 દિવસોમાં) સાયકલ યાત્રા કરી હતી. હાલ પણ સતતસાઈક્લિંગ કરી યુવાનોને સ્વસ્થ રહેવાનો સંદેશ આપી રહ્યાં છે. યુવાનોને સતત માર્ગદર્શન આપી સાયકલ ચલાવી રહ્યાં છે.
કયા-કયા સ્થળોએ રેકોર્ડ બનાવ્યાં
કૈલાસ માનસરોવર,શ્રીખંડ કૈલાસ,(જિલ્લામાં પ્રથમ)મણીમહેશ કૈલાસ ,આદિકૈલાસ, (ચાર કૈલાસ ધામ) નર્મદા નદીની પરિક્રમા 2800 કિ.મી લીલી પરિક્રમા બે વાર લીલી પિરક્રમા, ચાર વાર ગિરનાર પર્વત ચઢાણ (દર્શન),અમદાવાદથી મહાલક્ષ્મી માતાનુ મંદિર 430 કિ.મી ,અમદાવાદ થી માતાએનો મઢ (કચ્છ) 450 કિ.મી)અમદાવાદ થી કચ્છ નું નાનુ રણ 300 કિ.મી ,અમદાવાદથી નડાબેટ (ભારત -પાકિસ્તાનની સરહદ 300 કિ.મી)દ્વારકા, પોરબંદર, સોમનાથ દિવ 450 કિમી.દાંડી યાત્રાઅમદાવાદ (ગાંધી આશ્રમ) થી દાંડી (નવસારી) 450 કિ.મી અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી 210 કિ.મી વગેરે.
માઉન્ટ એવરેસ્ટ ટ્રેકિંગ પણ પૂર્ણ
માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકિંગ 2 મે 2022માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ હતું. વિશ્વના સૌથી મુશ્કેલ ટ્રેકમાંથી ભારતમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ કાન્તીભાઇ પટેલ બન્યા હતાં. જે ઈતિહાસ રચાયો હતો. વિશ્વના ઇબીસી ટ્રેકર્સમાં પણ નામ નોંધાયેલુ છે. જે સૌથી પ્રતિષ્ઠિત પ્રમાણપત્રોમાંનું એક છે, ટ્રેકિંગ 130 કિમી છે. વિશ્વના તેન્ઝિંગ હિલેરી એરપોર્ટ, લુક્લા, નેપાળ, (40 મિનિટ. કાઠમાંડુથી ફ્લાય)સૌકો રનવે ધરાવતું વિશ્ર્વનુ એસૌથી ટુંકો રનવે ધરાવતુ વિશ્રનુ એક માત્ર એરપોર્ટ છે. અહિંથી 130 કિમીનુ વિશ્વનુ સૌથી મુશ્કેલ ટ્રેકિંગ શરૂ થાય છે.
રોજના 45 કિ.મી સાયકલ ચલાવી સ્વસ્થ રહુ છું
દેશના મોટા ભાગના વિસ્તારમાં સાઈક્લિંગ કર્યુ છે.પહેલાથી મને સાયકલ ચલાવવાનો શોખ હતો. તમારા શરીરને વ્યાયામ મળે અને શરીર સ્વસ્થ રહે તે માટે સાઈક્લિંગ ખુબ જ જરૂરી છે.
> ક્રાંતિભાઇ પટેલ, સાયકલ ચલાવનાર,વાપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.