બીજા ડોઝ માટે ઉત્સાહ:વાપીમાં 1.54 લાખ લોકોનો પ્રથમ ડોઝ પૂર્ણ પરંતુ સેકન્ડ માટે VIAમાં લાંબી કતારો લાગી

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ ડોઝ લેવા માટે બહુ ઓછા લોકો આવે છે

વાપી શહેરમાં આરોગ્ય વિભાગના મતે 154566ના લક્ષ્યાંક સામે 154527 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. એટલે કે 100 ટકા નજીક લક્ષ્યાંક પૂર્ણ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે,પરંતુ હજુ પણ કેટલાક સેન્ટરો પર રસી માટે ભીડ લાગી રહી છે. જેથી લોકોના મનમાં 100 ટકા વેક્સિનેશન અંગે સવાલો ઉઠી રહ્યાં છે. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે વાપી વીઆઇએ ખાતે વેક્સિન માટે લાગતી કતારમાં 60 ટકા લોકો સેકન્ડ ડોઝ માટે આવી રહ્યાં છે.

પ્રથમ ડોઝમાં હવે બહુ જ ઓછા લોકો આવી રહ્યાં છે. અન્ય રાજયોમાંથી વાપીની કંપનીમાં આવતાં કામદારોને વેક્સિનના સર્ટિ. વગર પ્રવેશ અપાતો નથી. જેઓ વીઆઇએ ખાતે વેક્સિન માટે આવી રહ્યાં છે. વાપીની વસ્તી પ્રમાણે સ્થાનિકોએ 98 ટકા લોકોએ વેક્સિન લઇ લીધી છે. પરંતુ અન્ય રાજયથી વાપી આવતાં લોકો વેક્સિન મુકાવી રહ્યાં છે. પરિણામે વાપી વીઆઇએ ખાતે રસી માટે લાંબી કતારો જોવા મળી રહી છે. બીજા સેન્ટરે પર આજ સ્થિતી છે.

અન્ય સ્થળથી વેક્સિન મુકાવવા આવે છે
વાપીના કેટલાક રસી કેન્દ્રો પર હજુ પણ ભીડ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યાં મુજબ નજીકના વિસ્તારમાંથી અનેક લોકોએ વાપી ખાતે વેક્સિન મુકાવી છે.કપરાડા,ધરમપુર,નવસારી, ચિખલી સહિતથી આવતાં લોકોએ વાપી ખાતે રસી લીધી છે. જો કે મહારાષ્ટ્રથી પણ કેટલાક લોકો વાપી ખાતે રસી માટે આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...