આગ કાબૂમાં:વાપીની સલ્ફર બનાવતી કંપનીમાં આગ, 19 કલાકે કાબૂમાં આવી

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરે લાખો લીટર પાણી, 3000 લીટર ફોમનો ઉપયોગ કર્યો

વાપી જીઆઇડીસી થર્ડ ફેસ સ્થિત સ્ટાન્ડર્ડ કેમિકલ કંપનીમાં સોમવારે સાંજે અચાનક આગ લાગતા કામદારોમાં અફરાતફરી મચી હતી. સલ્ફર પ્રોડક્ટ બનાવતી વખતે સેક્ટર મશીન વિભાગમાં કેબલમાં શોર્ટ સર્કિટ થતા સલ્ફર આગની ચપેટમાં આવી હતી. જેથી સલ્ફરમાં બ્લાસ્ટ થતા તમામ કર્મચારીઓ કંપનીમાંથી બહાર રસ્તા ઉપર દોડી ગયા હતા.

બનાવની જાણ તાત્કાલિક ફાયર વિભાગ અને જીઆઇડીસી પોલીસને કરતા વાપી જીઆઇડીસી સહિત પાલિકા, યુપીએલ, હ્યુબર અને દમણગંગા ઇંડસ્ટ્રીઝની 8 ગાડીઓ ઘટના સ્થળ પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતા. સોમવારે સાંજે લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે આખી રાત ફાયરના જવાનોએ કામગીરી હાથ ધરી હતી. જેમાં લાખો લીટર પાણીની સાથે 3000 ફોમનો ઉપયોગ કરાયો હતો. જોકે બીજા દિવસે મંગળવારે બપોરે 12 વાગે આગ કાબૂમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...