તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:પરિવાર મૃતક મોભીની વિધિ માટે UP ગયો ને 2.49ની ચોરી

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લવાછાના બંધ ફ્લેટમાંથી રોકડા- દાગીના ચોરાયા
  • અન્ય એક ફ્લેટમાં પણ તસ્કરોએ હાથ અજમાવ્યો

વાપીના અંબિકા પાર્કમાં આવેલ એક બિલ્ડીંગના બંધ ફ્લેટમાં તાળું તોડીને અંદર પ્રવેશી તસ્કરો 2.49 લાખના સોના-ચાંદીના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા. તે અગાઉ ફ્લેટ માલિકના પિતાનું મોત થતા વિધિ માટે તેઓ પરિજનો સાથે વતન યુપી નીકળી ગયા હતા. તે જ દિવસે અન્ય એક ફ્લેટમાં પણ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો.

વાપીના લવાછા ખાતે અંબિકાપાર્કમાં આવેલ ધનલક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા અને દમણ ભીમપોર ખાતે પરફેક્ટ ફિલામેન્ટ લિ. કંપનીમાં મેઇન્ટેનેન્સ આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા રાકેશ સુરેશચંદ્ર ત્રિપાઠીએ શુક્રવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યું હતું કે, પિતાજી સુરેશચંદ્ર બીમાર હોવાથી સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન 14 જૂનના રોજ તેમનું મોત થયું હતું. જેથી તે જ દિવસે તેઓ પરિવાર સાથે વિધિ માટે વતન યુપી નીકળી ગયા હતા.

1 જુલાઇએ વાપીમાં રહેતા પાડોશીએ જણાવેલ કે, દરવાજો તૂટેલી હાલતમાં છે અને ચોરી થઇ હોવાની જાણ થતા આ અંગે ત્યાંથી જ ફોન પર પોલીસને જાણ કરી હતી. તે જ દિવસે કોઇ ચોર ઇસમ સોસાયટીના ફ્લેટ નં.104માં રહેતા ભરતકુમાર કનૈયાલાલ અગ્રવાલના ફ્લેટમાં ચોરી કરી ગયો હતો.

ત્યાંથી કેટલાની ચોરી થઇ તેની જાણ નથી. જોકે ફરિયાદી પોતે વતનથી વાપી આવી ઘરમાં તપાસ કરતા ચાંદી અને સોનાના દાગીના તેમજ રોકડા રૂ. 1 લાખ મળી કુલ રૂ.2,49,000ની ચોરી થયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લવાછાના અંબિકા પાર્કમાં છાશવારે ચોરીની ઘટના બનતી રહે છે. ફરી એક વખત લવાછા વિસ્તારમાં તસ્કરો સક્રિય બનતા સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...