તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઇક્રો સર્જરી:અકસ્માતમાં યુવકનો કપાયેલો પગ લઈ પરિવાર હોસ્પિટલે પહોંચ્યો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી હરિયા હોસ્પિટલમાં 8 કલાકના ઓપરેશમાં પગને ફરી જોડી દેવાયો હતો

વાપીમાં 31 વર્ષિય યુવકના ગંભીર ઇજાના કારણે એક પગ અલગ થઇ ગયો હતો. યુવકના પરિવારજનો હરિયા હોસ્પિટલમાં છૂટા પડી ગયેલા પગને થેલીમાં લઇ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. જયાં તબીબોએ નિરીક્ષણ કર્યા બાદ 8 કલાકમાં માઇક્રોસર્જરી કરવામાં આવી હતી. હાલ યુવાન સ્વસ્થ છે અને તેના પગની સ્થિતિ સારી છે. તબીબોએ વાપીમાં આ પ્રથમ માઇક્રોસર્જરી કરાઇ હોવાનો દાવો કર્યો હતો.

જિલ્લાના એક 31 વર્ષનો યુવક કામ કરતાં એક ગંભીર ઇજા થઇ હતી. જેમાં તેનો આખો જમણો પગ શરીરના બાકીના ભાગથી સંપૂર્ણપણે અલગ થઇ ગયો હતો. તેમને વાપીની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આવતાની સાથે જ હોસ્પિટલના તબીબે દર્દીની પ્રાથમિક તપાસ કરી હતી. તેમની સાથે આવનાર વ્યકિત દર્દીના પગને પ્લાસ્ટિકની થેલીમાં અલગથી લઇને આવ્યા હતાં.

ડો.ઓજસ મોદીએ કપાયેલા પગનું નિરીક્ષણ કર્યા બાદ દર્દીના પરિવારજનોને સમજાવ્યુ હતું કે માઇક્રોસર્જરીની મદદથી કપાયેલો પગ ફરીથી તેમના જમણા પગમાં જોડી શકાય એમ છે. દર્દીને ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યા હતાં. તબીબોની ટીમે માટીના કણોને દુર કરીને તેના કપાઇ ગયેલા પગને સારી રીતે સાફ કરી દીધો હતો.

ત્યારબાદ તેમણે કપાયેલા ભાગનું હાઇ ડેફીનેસન મિક્રોસ્કોપ દ્વારા નિરીક્ષણ કરીને લોહીની નર્સોને છૂટા પાડીને સાફ કરી,હાડકાને ફરીથી જમણા પગ સાથે જોડવામાં આવ્યુ હતું. ત્યારબાદ તમામ સ્નાયુઓ તથા લોહીની નસોને જોડી અને તેના કપાયેલા પગમાં ફરીથી લોહીને ફરતું કર્યુ હતું. આ પ્લાસ્ટિક સર્જરી કરવા માટે હાઇડેફીનેસન માઇક્રોસ્ક્રોપનો ઉપયોગ કરાયો હતો. આ મેરેથોન સર્જરી સવારે 11 કલાકથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલી હતી. લાંબી સર્જરી બાદ દર્દીને સતત નિરીક્ષણ માટે આઇસીયુ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં દર્દી સ્વસ્થ છે અને તેના પગની સ્થિતિ સારી છે.

અન્ય સમાચારો પણ છે...