તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:18 ફેબ્રુઆરીથી જિલ્લામાં ધોરણ 6 થી 8ની 537 શાળાના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે

વાપી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલસાડ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની તૈયારીને આખરી ઓપવામાં આવ્યો

વાપી સહિત વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. માધ્યમિક અને ઉચ્ચત્તર મા.બાદ હવે 18 ફેબ્રુઆરીથી ધો.6થી 8ની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ધો.6થી 8ની 537 શાળાઓ કાર્યરત થશે. જેમાં અભ્યાસ કરતાં 46937 વિદ્યાર્થીઓ હવે 10 માસ બાદ શાળાએ પહોંચશે. શિક્ષણ વિભાગે તેની તૈયારી શરૂ કરી દીધી છે.

કોરોનાના કેસો ઓછા થતાં હવે શૈક્ષણિક કાર્ય ફરીથી રાબેતા મુજબ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે. અગાઉ ધોરણ 10 અને 12, બાદમાં ધોરણ 9 અને 11નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. સરકારની એસઓપી મુજબ આ શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યુ છે. હવે ધોરણ 6 થી 8નું શિક્ષણ કાર્ય શરૂ કરવાની તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8નું શિક્ષણ પુન: શરૂ કરવામાં આવનાર છે. વલસાડ જિલ્લામાં ધો.6થી 8ની 537 શાળાઓ કાર્યરત થશે. જેમાં અભ્યાસ કરતાં 46937 વિદ્યાર્થીઓ હવે 10 માસ બાદ શાળાએ પહોંચશે. શાળાઓમાં કોરોનાના કેસો વધે નહિ તે મુજબ પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ તૈયારી શરૂ કરી છે. સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે આગામી દિવસોમાં ધો.1થી 5ની પ્રાથમિક શાળાઓ પણ શરૂ થવાની સંભાવના છે.

વાલીઓની સમંતિ લીધા બાદ વિદ્યાર્થીને પ્રવેશ
ધો.6થી 8માં પણ વિદ્યાર્થીઓના વાલીઓેની સમંતિ લેવામાં આવશે. જો કે ધો.10 અને 12માં તથા ધો.9 અને 11માં પ્રથમ દિવસે પાંખી જોવા મળી હતી. શરૂઆતના દિવસોમાં વાલીઓ સમંતિ ન આપતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહે છે. ધો.6 અને 8માં પણ પ્રથમ દિવસે ઓછી હાજરી રહેશે એવું લાગી રહ્યું છે.જો કે સરકારે નકકી કરેલી એસઓપી મુજબ જ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો