વાપી-શામળાજી રોડ પર હાલ રોડની નવીનીકરણની કામગીરીના કારણે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઠેર-ઠેર ખોદકામના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપી અને કપરાડા તાલુકામાં પસાર થતાં આ માર્ગ પર અનેક સ્થળોએ તંત્રએ ખોદકામ કર્યા બાદ ઝડપથી કામ પૂર્ણ ન કરતાં વાહન ચાલકો અકળાયા છે. આગામી દિવસોમાં સ્થાનિકો પણ જવાબદાર વિભાગ સામે આંદોલન કરેત તેવી સંભાવના છે.
વાપીના ચણોદથી કરવડ, મોટાપોંઢા થઇ શામળાજી તરફ જતાં માર્ગ પર કેટલાક સ્થળોએ નવીનીકરણના કામ માટે રસ્તાઓ ખોદી નાખ્યાં છે,પરંતુ આ કામગીરી એકદમ ધીમિ ગતિએ ચાલી રહી છે.આ માર્ગ પરથી કપરાડા તાલુકા અને વાપી તાલુકાના હજાર વાહન ચાલકો અવર-જવર કરે છે. રોડ ખોદી નાખતાં સતત અવરનવર અકસ્માતો થઇ રહ્યા છે.
રોડના ખોદકામ બાદ લાઇન બોર્ડ કે ચેતવણી માટે કોઇ કામગીરી કરાઇ નથી.અન્ય સુવિધાના અભાવે અકસ્માતના બનાવો બની રહ્યા છે, ઠેર-ઠેર રોડ ખોદવાનાકારણે વાહન ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે.જેને લઇ સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે. આગામી દિવસોમાં સ્થાનિકો નેશનલ હાઇવે ઓથોરોટી ઓફ ઇન્ડિયા અને માર્ગ મકાન વિભાગને રજૂઆત કરવાની તૈયારી કરી છે.
વાપી-સેલવાસ રોડ પર વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડશે
ઘણાં વર્ષો બાદ વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી ડુંગરી ફળિયા સુધી આરસીસી રોડ બની રહ્યો છે. હાલ ડાયવર્ઝનના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવી રહ્યાં છે. આગામી એકથી દોઢ વર્ષ સુધી સતત વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડશે. વાપી શહેરમાં અનેક સ્થળોએ ઓવરબ્રિજ, અંડરપાસ સહિતના પ્રોજેકટો ચાલી રહ્યાં છે. જેના કારણે વાહન ચાલકોએ હાલાકી પડી રહી છે.જો કે બે વર્ષ પછી શહેરની સ્થિતિ અલગ હશે એવુ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.