હંગામો:રિહર્સલ માટે વાપીમાં રસ્તો બંધ કરતા ચાલકો અકળાયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોની રસ્તો ખોલવાની માગ સાથે હંગામો

પીએમ મોદીના આગમન પૂર્વે વાપી પોલીસ દ્વારા માર્ગો ઉપર કોનવે રિહર્સલ કરાયો હતો. જેને લઈ થોડા સમય માટે માર્ગો બંધ કરી દેતા વાહનચાલકો અકળાયા હતા. લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફંસાઈ જતાં ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે રિહર્સલ બાદ ચાલકોને પોલીસ દ્વારા સમજાવી માર્ગો ખોલી દેવામાં આવ્યા હતા.

વાપી ગુંજન ચારરસ્તા આગળ શુક્રવારે સાંજે પોલીસ વિભાગ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. પીએમના કોનવે રિહર્સલ માટે ગુંજનથી સર્કિટ હાઉસ તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. માર્ગ બંધ કરાતા જ વાહનચાલકો અકળાયા હતા. વાહન ચાલકોએ પોલીસ સમક્ષ રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવાની માગ કરતા વિવાદ સર્જાયો હતો.

પોલીસે વાહનચાલકો સાથે વાતચીત કરી સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. જોકે રિહર્સલમાં રસ્તો વધુ સમય બંધ રહેતા વાહનચાલકોમાં નારાજગી પ્રસરી હતી. વાપી શહેરના માર્ગો પર શનિવારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...