કાર્યવાહી:વાપીથી ટેમ્પોમાં ગેરકાયદે ઓઇલ સાથે ચાલક પકડાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GIDCથી 1.27 લાખનો મુદ્દામાલ કબજે

વાપીમાં ટેમ્પોમાં ગેરકાયદે ઓઇલ લઇ જતા ચાલકની એસઓજીએ પકડી પાડી ટેમ્પો અને ઓઇલ મળી કુલ રૂ.1.27 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીની ટીમ શુક્રવારે વાપી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન મળેલી બાતમીના આધારે વીઆઇએ ચારરસ્તા નજીકથી ટેમ્પો નં.જીજે-15-એટી-6711ને અટકાવી અંદર ચકાસણી કરતા પાછળના ભાગેથી ઓઇલ ભરેલા બે ડ્રમો મળી આવ્યા હતા. જેમાંથી 800 લીટર સ્પીન ઓઇલ કિં.રૂ.52,000 મળી આવતા ચાલક સત્યનારાયણ રામચંદ્ર ખત્રી રહે.ચણોદ પાસેથી બીલ પુરાવાની માંગણી કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી એસઓજીએ ટેમ્પો, એક ફોન અને સ્પીન ઓઇલ મળી કુલ રૂ.1,27,000નો મુદ્દામાલ કબજે લઇ આરોપી સામે 41(1) ડી મુજબનો ગુનો નોંધી આગળની તપાસ જીઆઇડીસી પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...