સાયરસ મિસ્ત્રીના મોતની ઘટના:કારચાલક મહિલા તબીબ અને તેમના પતિને ફેફસામાં ઇજા હોવાથી એર એમ્બ્યુલન્સથી લિફ્ટ ન કરાયા

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડૉ. તેજશ શાહ - Divya Bhaskar
ડૉ. તેજશ શાહ
  • ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સહિત બેના મોત થયા હતા
  • વાપીની​​​​​​​ હોસ્પિટલ બાદ તબીબી ટીમ સાથે મુંબઇ ખસેડાયા

મહારાષ્ટ્રના પાલઘર નજીક સૂર્યા નદીના બ્રિજ ઉપર રવિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પૂર ઝડપે દોડતી કાર હાઇવેના ડિવાયડર સાથે અથડાય હતી. આ અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી સહિત બેના સ્થળ ઉપર જ મોત થયા હતા. જ્યારે કાર ચાલક મહિલા તબીબ અને અન્ય એક ઇજાગ્રસ્તને વાપીની રેનબો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મહિલા તબીબ અને અન્ય ઇજાગ્રસ્તને મોંઢા અને થાપાના ભાગે મલ્ટીપલ ફ્રેકચર્સ થયા હોવાનું તબીબે જણાવ્યું છે.

જોકે, બંને ઇજાગ્રસ્તનો તબિયતમાં સુધારો થતા સોમવારે સવારે મુંબઇની તબીબ ટીમની સાથે મુંબઇની હરકિશનદાસ (એચએન) હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હોવાનું જાણવા મળે છે.પાલઘર નજીક થયેલા કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડો. અનાયતા પંડોલે (ગાયનેકોલોજીસ્ટ, બ્રિચ કેન્ડી હોસ્પિટલ- મુંબઇ) અને તેમના પતિ દરિયસ પંડોલેને ગંભીર હાલતમાં વાપીની રેનબો હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. ઇજાગ્રસ્ત દંપતિની સારવાર કરનાર વાપી હોસ્પિટલના તબીબ ડો. તેજશ શાહે જણાવ્યું કે, જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે બંને હાલત ખૂબ જ ગંભીર હતી.

ઑક્સિજન સેચ્યુરેશનનું સ્તર ઘટી ગયું હતું અને તેથી તેમનું બ્લડ પ્રેશર પણ ઘટી ગયું હતું. ડો. અનાયતાને હાથ, મોંઢા અને થાપાના ભાગે મલ્ટીપલ ફ્રેકચર્સ થયા હતા. જ્યારે તેમના પતિ દરિયસને પણ ચેસ્ટ અને બ્લડ પર્લ થયા હતા. તાત્કાલિક આઇસીયુમાં શિફ્ટ કરીને નિષ્ણાંત તબીબની ટીમ જેમાં ન્યૂરો સર્જન ગણેશ પટવારા, જનરલ સર્જન ઇલેશ શાહ, નેફ્રોલોજી સર્જન ડો. સમીર જેઠવા અને ઓર્થોપેડિક સર્જન ડો. સમીર પટેલ, ડો. શિલ્પા શાહ અને પ્રિયેશ પંજીકરની ટીમ સારવાર માટે ઉપલબ્ધ થઇ હતી. મહિલા તબીબની ચેસ્ટમાં આઇઇડી નાંખવાની સર્જરી કરવામાં આવી હતી.

કાર અકસ્માતમાં મહિલા તબીબ અનાયતા અને દરિયસની રાત્રિના 9 વાગ્યા સુધી આઇસીયુમાં સારવાર ચાલી હતી. રાત્રિએ તેમના હાર્ટ પલ્સ અને બીપી નોર્મલ થયા હતા. વાપીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે એર એમ્બ્યુલન્સથી મુંબઇ લઇ જવાનું આયોજન કરાયું હતું. જોકે, ઇજાગ્રસ્ત દંપતિને લગ્સમાં પણ માયનોર ડેમેજ થયું હોવાથી એર એમ્બ્યુલન્સના બદલે કાર્ડિયાક સ્પેશિયલ બે એમ્બયુલન્સમાં મુંબઇની એચએન હોસ્પિટલમાં ખસેડાયા હતા. મુંબઇથી બંને દર્દીની સંભાળ રાખવા માટે સ્પેશિયલ ડોક્ટરની ટીમ પણ વાપી આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...