વિવાદ:ધરમપુર કોંગ્રેસ ટિકિટનો વિવાદ હવે હાઈ કમાન્ડ સુધી પહોંચ્યો

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌરવ પંડયાએ માજી સાંસદની ઉમેદવારી અંગે સવાલ ઉઠાવ્યો

ધરમપુર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસમાં ઉમેદવારની પસંદગીને લઇ કોકડું ગુંચવાયુ છે.જે હજુ સુધી હલ થઇ શકયું નથી.પૂર્વ એઆઇસીસીના મેમ્બર અને કોંગ્રેસ પીઠ નેતા ગૌરવ પંડયાએ શનિવારે સાંજે ટ્વીટર પર ટ્વીટર કર્યુ હતું કે માજી સાંસદને ફોર્મ ભરવાની સત્તા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપી છે એમ જ‌ણાવે છે તે વાત કેટલા અંશે યોગ્ય હોવાનું જણાવી રાષ્ટ્રીય કોંગ્રેસ સમક્ષ મુુદો ઉઠાવ્યો છે. ધરમપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી માજી સાંસદ કિશન પટેલ અને તાં. પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલમાંથી કોને ટિકિટ આપવા તે અંગે ગૂંચવણ ઊભી થઇ રહી છે.

હજુ સુધી ઉમેદવારની વિધિવત જાહેરાત થઇ શકી નથી. શુક્રવારે ઉમેદવારની જાહેરાત વગર જ માજી સાંસદ કિશન પટેલે ઉમેદવારીપત્ર ભર્યુ હતું. શનિવારે પૂર્વ એઆઇસીસીના મેમ્બર અને કોંગ્રેસ પીઠ નેતા ગૌરવ પંડયાએ શનિવારે સાંજે ટ્વિટર ટ્વીટ કર્યુ હતું કે માજી સાંસદને ફોર્મ ભરવાની સત્તા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપી છે એમ જ‌ણાવે છે તે વાત કેટલા અંશે યોગ્ય હોવાનું જણાવી રાષ્ટ્રીય કોંગ્રેસ સમક્ષ મુુદો ઉઠાવ્યો છે. જેને લઇ કોંગ્રેસમાં વિવાદ શાંત થવાની જગ્યાએ વકરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...