પારડીના ઉમરસાડી વિભાગ કેળવણી મંડળ સંચાલિત જેવીબી સ્મારક હાઇસ્કૂલમાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગના મદદનીશ શિક્ષક બંકિમચંદ્ર કે. દેસાઈ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા સરોજબેન ડી. પટેલનો સોમવારે નિવૃત્તિ સન્માન સમારોહ શાળાના હોલમાં યોજાયો હતો. આ સમારોહમાં પ્રમુખ સ્થાન ભરતભાઈ એન. દેસાઈ, મુખ્ય મહેમાન તરીકે ભરતકુમાર મોહનલાલ દેસાઈ (વલવાડા) તથા અતિથિ વિશેષ તરીકે ડૉ. જગતભાઈ જી. દેસાઈએ સ્થાન શોભાવ્યું હતું.
કેળવણી મંડળના મંત્રી ધીરુભાઈ એન. દેસાઈએ બંને શિક્ષકોને આશીર્વચન આપ્યા હતા. શાળાના આચાર્ય વિજયભાઈ પટેલ તથા સ્ટાફ ગણે બંને શિક્ષકોની સેવાને દિલથી બિરદાવી હતી. આ પ્રસંગે વલવાડાના સમાજ સેવી વતની અને ઉદ્યોગપતિ ભરતકુમાર મોહનલાલ દેસાઇ તરફથી શાળાના મકાન રીનોવેશન માટે 10 લાખનું દાન કર્યુ હતું. દસ લાખ દાનનો ચેક કેળવણી મંડળના મંત્રીને અર્પણ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન સતિશસિંહ ઠાકોર અને સ્મૃતિ દેસાઈએ કર્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.