તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીની બોર્ડર ઉપર બે માસથી વધુ સમયથી કિશાન કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો અંગે કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ત્રણેય કાયદા રદ કરવાની માગણી અલોકતાંત્રિક છે. લોકોએ તેમને ચૂંટીને સરકારમાં મોકલ્યા છે. આ કાયદામાં કોઇ સમસ્યા કે મુશ્કેલી હોય તો વાતચીત કરીને તેનું સમાધાન કરી શકાય એમ છે. કેન્દ્ર રાજય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ રવિવારે મોટીદમણ સ્થિત સરકીટ હાઉસમાં પત્રકારને સંબોધિત કર્યા હતા. વર્ષ 2021-22ના બજેટ ઉપર અર્થ સંકલ્પ ઉપર ચર્ચા કરી હતી.
કૃષિમંત્રીએ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, રીસર્ચ, આરોગ્ય, શિક્ષણ અને ડીફેન્સમાં આ વર્ષે તોતિંગ વધારો કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર બનાવવું એટલે અન્ય દેશમાંથી વસ્તુનું ઇમ્પોર્ટ ન કરીને તમામ વસ્તુનું ભારતમાં જ ઉત્પાદન કરવુ છે. દિલ્હીમાં ચાલી રહેલા કિશાન આંદોલનના મુદ્દે રૂપાલાએ કહ્યું કે, આંદોલનને લઇને બે વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર સાથે વાતચીત કરીને સમાધાન માટે પ્રયાસ કર્યો છે.
હાલની કેન્દ્ર સરકારે કિશાનના લાભાર્થે અનેક યોજના મુકી છે, માત્ર કૃષિ ઉત્પાદન નહિ પરંતુ આવક વધે તેવા કાર્યક્રમો આપ્યા છે. કાયદામાં સુધારણા માટે સરકાર આજે પણ તૈયાર જ છે. કાયદો પાછો ખેંચવા નહિં પણ સમસ્યાના સમાધાન માટે માર્ગ ખુલ્લા છે. આ પત્રકાર પરિષદમાં દાનહ અને દમણ દીવ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, સાંસ દ લાલલાલુભાઇ પટેલ, ભાજપ પ્રવક્તા મજીદ લાધાણી તથા અંકિતા પટેલ હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.