તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદીનો અમૃત મહોત્સવ:દેગામના શિક્ષક અને તેની ટીમે દાંડી સુધી 150 કિમીની સાઇકલ યાત્રા કરી

વાપી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમૃત મહોત્સવમાં રાષ્ટ્રીય ભાવના જગાડવાનો પ્રયાસ

વાપીની ખંડુભાઈ હરિભાઈ દેસાઈ પી ટી સી કોલેજના 12 તાલીમાર્થી જેઓ હાલ શિક્ષક તરીકે કાર્યરત છે તેમણે વાપી તેમજ સુરત ક્ષેત્રથી રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક દાંડી સુધી રાષ્ટ્ર ધ્વજ લઈ 150 કિમીની સાઈકલ યાત્રા કરી આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી કરી. વાપી વિભાગમાંથી અશ્વિન ટંડેલ તેમજ સુરત વિભાગ શિક્ષકો મળી કુલ 12 સારસ્વત મિત્રો જાગૃત ભારતીય નાગરિક તરીકે રાષ્ટ્રભક્તિ અને દેશ પ્રત્યેના ગૌરવનો સંદેશો સમાજ તેમજ યુવાઓ સુધી પહોંચાડવા પોત પોતાના ઘરથી દાંડી સત્યાગ્રહ સ્મારક સુધી સાઈકલ યાત્રા કરી હતી.

મહાત્મા ગાંધી બાપુએ આ સત્યાગ્રહ દરમિયાન જ્યા રોકાયા હતા તે જગ્યાએ જઈ વંદન કર્યા હતાં.આજે સામાન્ય વીસ રૂપિયે કિલો સહજ રીતે બજારમાં મળી જતા મીઠાના સત્યાગ્રહ માટે આ સત્યાગ્રહીઓએ જેલવાસ ભોગવવો પડ્યો હતો તે બાબત થી નવી પેઢી માહિતગાર થાય અને અહિંસક આંદોલન ની સંકલ્પના સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ હતો.

દેશનાં દરેક લોકો દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવે તે માટે આ સાયકલ યાત્રા આઝાદીની લડતમાં જોડાયેલા તમામ શહીદોને અર્પણ કરી હતી. પોત પોતાની શાળાઓમાં વિદ્યાર્થીઓને આવા અનેક સહ અભ્યાસિક પાઠો ભણાવી રાષ્ટ્રને સશક્ત નાગરિકો મળે એવા શુભ સંકલ્પ સાથે સાઇકલ યાત્રા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો