કાર્યવાહી:વાપી દમણગંગા નદીમાંથી યુવકની ડિકમ્પોઝ લાશ મળી

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીના હરિયાપાર્ક ખાતે દમણગંગા નદીના કિનારે તરતી લાશ જોતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. સડી ગયેલી લાશને બહાર કાઢતા જોઇ તે ત્રણથી ચાર દિવસ પહેલાની હોય ડૂબી જવાથી મોતની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

વાપીના હરિયાપાર્ક ખાતે આવેલ દમણગંગા નદીના કિનારે બુધવારે સવારે એક યુવકની લાશ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક ડુંગરા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જીઆઇડીસી ફાયર વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી જોતા લાશ નદીની બીજી બાજુ દેખાઇ હતી. જેથી ભારે જહેમત બાદ લાશને બહાર કાઢતા તે ત્રણથી ચાર દિવસ પહેલાનું હોવાનું જાણવા મળ્યું હતું. નદીમાં ડૂબી જવાથી મોતની આશંકાને લઇ ડુંગરા પોલીસે લાશને પીએમ માટે મોકલી મોત પાછળનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...