તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:દમણ કોસ્ટગાર્ડે 16 ખલાસીને ડૂબતાં જહાજમાંથી ઉગારી લીધા

વાપી /મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇના રાયગઢના દરિયાની ઘટનામાં રેસ્કયુ કરાયું

રાજ્યના રાયગડ જિલ્લામાં રેવદાંડા બંદર નજીક ડૂબી રહેલી એમવી મંગલમ નૌકામાંથી દમણ સ્થિત ભારતીય કોસ્ટ ગાર્ડનાં જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સર્વે 16 ખલાસીઓને સુરક્ષિત રીતે ઉગારી લીધા હતા. ખરાબ હવામાન વચ્ચે કોસ્ટ ગાર્ડના જવાનોએ આ સાહસિક કામગીરી પાર પાડી હતી.મહારાષ્ટ્રના રાયગઢ નજીક દરિયામાં ગુરૂવાર 17 જૂને સવારે ભારતીય ધ્વજ ધરાવતી એમવી મંગલમ (આઈએમઓ - 9084619)ના સેકન્ડ ઓફિસર પાસેથી દમણના કોસ્ટ ગાર્ડને તોફાની સમુદ્ર વચ્ચે ડૂબતી નૌકા વિશે માહિતી આપવામાં આવી હતી. રેવદાંડા જેટ્ટીથી 3 કિમી અંતરે ડૂબતી આ નૌકામાં 16 ખલાસી હતા.

આ નૌકામાં પાણી ભરાઈ જવાથી એક બાજુ ઝૂકી ગઈ હતી.nઆથી નૌકાનો કપ્તાન ખલાસીઓને જાણ કરીને નૌકા છોડી દેવાનો ઓર્ડર કર્યો હતો. જોકે, કોસ્ટ ગાર્ડે કોઈપણ ભોગે નૌકા પર જ રહેવા માટે તેમને વિનંતી કરી હતી. આ પછી કોસ્ટગાર્ડનું જહાજ સુભદ્રા કુમારી ચૌહાણને દિઘી બંદર તરફ મોકલવામાં આવ્યું હતું. આ સાથે બે હેલિકોપ્ટર પણ આઈસીજી એર સ્ટેશન દમણથી બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યાં હતાં. સુભદ્રા આશરે 10.15 કલાકે ડૂબતી નૌકા પાસે આવ્યું હતું.

સ્થિતિનું આકલન કર્યા પછી ખરાબ હવામાન અને તોફાની સમુદ્ર વચ્ચે ખલાસીઓને બચાવવા માટે સુભદ્રામાંથી બોટ નીચે ઉતારવામાં આવી હતી. આ સાથે હેલિકોપ્ટરો પણ આવી ગયાં હતાં અને ખલાસીઓને ઉપાડી લેવાનું કામ શરૂ કર્યું હતું. આમ 16 ખલાસીને ઉગારી લેવાયા હતા. તેમને મહારાષ્ટ્રના રેવદાંડા લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો હોવાનું કોસ્ટ ગાર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...