તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:કોરોનાને લઇ કોર્ટ 17 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય કરાયો

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અરજન્ટ કામગીરી જ માત્ર ચાલુ રહેશે

કોરોના સંક્રમણને વધતા જોઇ વાપી બાર એસોસિયેશન તેમજ જિલ્લાના વકીલોએ તારીખ 30મી માર્ચથી 17મી એપ્રિલ સુધી કોર્ટમાં નહી જઇ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે જામીન અરજી, રીમાન્ડ અરજી તેમજ કસ્ટડીના અરજન્ટ કામો માટે માત્ર કામગીરી ચાલુ રખાશે.

કોરોના સંક્રમણને લઇ વાપી બાર એસો.એ મંગળવારે એક મીટીંગમાં સભ્યો સાથે ચર્ચા કરી વાપી કોર્ટ સંકુલમાં કાર્યરત જજ, વકીલો તેમજ કોર્ટ સ્ટાફના અને સભ્યોના આરોગ્યની ચિંતાને ધ્યાને રાખી 30 માર્ચથી 17 એપ્રિલ સુધીના દિવસો દરમિયાનમાં કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ પાસ કરાવ્યો હતો. વકીલોને વિનંતી કરાઇ છે કે, પક્ષકારોને કોર્ટ પરિસરમાં ન બોલાવે તેમજ કામ પુર્ણ થયેથી કોર્ટ પરિસર તાત્કાલિક છોડવા માટે સુચના અપાઇ છે.

આ દરમિયાન વકીલોની હાજરી દરગુજર કરી આગળની કાનુની કાર્યવાહી જે તે સ્ટેજ ઉપર રાખવા વિનંતી અને વકીલ તથા પક્ષકારોની ગેરહાજરીમાં કોઇપણ કેશોનો નિકાલ નહી કરવા કે ક્રિમીનલ કેશોમાં પક્ષકારો સામે વોરંટ નહી કાઢવા, સિવિલ કેશોમાં પણ યથાવત પરિસ્થિતી જાળવી રાખવા તેમજ અરજન્ટ કામો જેમ કે, જામીન અરજી, રીમાન્ડ અરજી, મુદ્દામાલ અરજી અને કસ્ટડીના કામો ચાલુ રહેશે તેવી વાપી બાર એસોસિયેશનના ઉપ પ્રમુખ એચ.એલ.વ્યાસ અને સેક્રેટરી આર.એસ.પાંડેએ મે.પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.કે.દવેને વિનંતી પત્ર પાઠવી હતી. વાપી સહિત જિલ્લાભરના વકીલોએ પણ આ નિર્ણય લીધો છે તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો