તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:વાપીમાં દંપતિ નોકરીએ ગયું અને ઘરમાંથી તસ્કરો દાગીના ચોરી ગયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો દરવાજાનું તાળું 1.3 લાખનો મુદ્દામાલ સાફ કરી ગયા

વાપી વૈશાલી ચારરસ્તા પાસે શ્રેયસ ટાવરના ફ્લેટ નં.801માં રહેતા અને જીઆઇડીસી ખાતે ગાર્ડીયન પ્લાસ્ટીકોટ કંપનીમાં કોમર્શિયલ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા પાર્થ સુશીલચંદ્ર જોગેશચંદ્ર શોમ ‌ઉ.વ.61 શુક્રવારે સવારે ઘરે તાળું મારી નોકરીએ નીકળ્યા હતા. તેમની પત્ની મૌસમી શોમ પણ રાબેતા મુજબ તેમની સાથે વાપીની ફ્લેક્ષીબલ કંપનીમાં નોકરીએ નીકળી ગઇ હતી. પત્ની મૌસમીની કંપનીમાં વધારે કામ ન હોવાથી તેઓ બપોરે 2.30 કલાકે ઘરે આવતા તાળું તૂટેલી હાલતમાં દેખાતા આ અંગે પતિને જાણ કરી હતી.

બંનેએ ઘરની અંદર ચકાસણી કરતા કબાટમાંથી સોનાની ચેઇન, બ્રેસ્લેટ, બંગડી, બુટી, વીંટી, કડી, સીક્કા અને પેન્ડલ ની ચોરી થયા હોવાની જાણ થઇ હતી. જેથી આ અંગે ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો સામે રૂ.1,03,00ના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવાઇ હતી. તસ્કરો ધોળે દિવસે તાળું તોડીને ઘરમાંથી દાગીનાની ચોરી કરી ફરાર થતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...