તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:NRI ગ્રુપ લંડનના કન્વીનરે PMને પત્ર લખી કોમન સિવિલ કોડની માગ કરી

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશથી પણ કોમન સિવિલ કોડની હવે માગ ઉઠી રહી છે
  • સંસદના મોનસૂન સત્રમાં બિલ રજૂ કરવાનો સુવર્ણ અવસર

એનઆરઆઈ ગ્રૂપ લંડન (યુ.કે.)ના કન્વીનર અને મૂળ દમણ નિવાસી કેશવ બટાકે સમાન નાગરિક ધારા બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, સરકારના પ્રયાસોને પરિણામે દેશ વિશ્વ મહાશક્તિની દિશામાં અગ્રેસર છે. જેનાં માટે આપની સરકારને અભિનંદન આપું છે. પરંતુ આ સંજોગોમાં એક કમજોર કડીને દૂર કરવી જરૂરી છે, અને તે છે સમાન નાગરિક ધારો(Common Civil Code) હવે આ કમજોર કડીને દૂર કરવાનો સમય આવી ગયો છે. સંસદના આગામી ચોમાસું સત્રમાં આ કાનૂન લાગુ થાય તેવી લાગણીઓ દેશની કરોડો જનતા વ્યક્ત કરી રહી છે.

આપની સરકાર સંઘર્ષનો સામનો કરવા માટે સક્ષમ પણ છે. સમાજમાં જ્ઞાતિ ધર્મનું અંતર ઘટી રહ્યું છે એટલે સમાન કાનૂન જરૂરી છે. આધુનિક ભારતના યુગમાં લોકો સમાજ ધર્મ, સમુદાય અને જાતિના પરંપરાગત બંધનોને ફગાવીને એક સમાન બની રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટે પણ સમામ નાગરિક કોડના પક્ષમાં હોય, ત્યારે આવા સંજોગોમાં આપની રાહ આસાન બની શકે તેમ છે. બંધારણની કલમ 44 મુજબ સમાન નાગરિક કોડની આશાઓ,અપેક્ષાઓને હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે ઉમેર્યું છે કે, 450 વર્ષની અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ તેમજ 72 વર્ષથી ગૂંચવાયેલા ધારા 370 હટાવવામાં આવી ત્યારે દેશવાસીએ તેનું સ્વાગત કર્યું હતું. હવે એમાં એક નવી કડીનો ઉમેરો કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...