ધમકી:કોન્ટ્રાકટરે પાસે પૈસા માગતા જાનથી મારી નાખવાની ધમકી

સેલવાસ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેલવાસના કોન્ટ્રાક્ટરે કામ કરાવી મજૂરી ન આપી
  • પરિવારને ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ

સેલવાસના ડોકમરડી વિસ્તારમા રહેતી યુવતી અને કોન્ટ્રાકટર પાસે રોકડ પર કામ કરવા ગયેલ જેને કામના પૈસા ના આપતા અને કોન્ટ્રાકટર દ્વારા યુવતી અને એના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાયી છે.

ફરિયાદી સુરજ પટેલ જેઓએ એમની બહેન નિકિતા પટેલ સંદર્ભે એસપી અને સેલવાસ પોલીસ સ્ટેશનમા ફરિયાદ અરજી આપેલ જેમા જણાવેલ કે મારા મિત્ર સુરજસીહ દ્વારા મારી બહેન નિકિતા પટેલના લેબર કોન્ટ્રાકટર બલદેવ તિવારી પાસે રોકડ પર કામ કરાવેલ કાર્યના નીકળતા પૈસા વારંવાર માંગવા છતા પણ ના આપતા મિત્ર સુરજસિંહના મોબાઈલ પરથી બલદેવ તિવારીને ફોન કર્યો હતો

ત્યારે લેબર કોન્ટ્રાકટરે અમારી જાતિ પર બોલી અમોને અપમાનિત કરેલ છે તેમજ મારા માં બહેન ઉપર અપશબ્દો અને ગાળી ગલોચ પણ કરેલ છે અને અમને પેટ્રોલ નાખી સળગાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ છે.આ લેબર કોન્ટ્રાકટર બલદેવ તિવારી માથાભારે ઈસમ છે જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે એવી વિનંતી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...