વિવાદ:વાપી બલીઠા રેલવે બ્રિજની કામગીરી કોન્ટ્રાકટરે બંધ કરી દીધી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ડરમાં નક્કી થયેલી રકમ કરતાં વધુ ભાવોના મુદે વિવાદ સર્જાયો

વાપીના બલીઠા રેલવે ઓવરબ્રિજની કામગીરી બંધ થયા બાદ તાજેતરમાં ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ બે દિવસથી ફરી કામગીરી બંધ કરી દીધી હતી. પીડબલ્યુડી વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર વચ્ચે ભાવોના મુદે ખેંચતાણ ચાલી રહી છે. જો કે ગણતરીના દિવસોમાં ફરી કામગીરી શરૂ થશે એવો દાવો અધિકારીઓ કરી રહ્યાં છે.વાપી બલીઠા ઓવરબ્રીજના નિર્માણનું કામ બે દિવસથી બંધ સિમેન્ટ, સ્ટીલના ભાવોમાં અસહ્ય વધારો થતાં કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરમાં નક્કી થયેલી રકમમાં વધારો કરી આપવા કરાયેલી માંગ નહીં સ્વીકારાતાં બે દિવસથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે. અગાઉ ભાવ વધારાને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.

નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ દરમિયાનગીરી કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ભાવવધારાને લઈ છેલ્લા બે દિવસથી ફરી કામગીરી બંધ કરી દેવાતાં પીડબલ્યુડીના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને પુનઃ કામ શરૂ કરવા મૌખિક સુચના આપવામાં આવી છે. ટેન્ડરમાં નક્કી થયેલી રકમ કરતાં વધુ ભાવો નહીં મળે તેવી કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ જાણ કરી દેવામાં આવી છે. તેમછતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.

જિલ્લા માર્ગ મકાન વિભાગના અધિકારી નિલેશ પટેલે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર સાથે વાતચીત ચાલી રહી છે. ગણતરીના દિવસોમાં પ્રશ્ન ઉકેલી દેવામાં આવશે. તાજેતરમાં મોઘવારીને લઇ સ્ટીલ, સિમેન્ટ સહિત વિવિધ બાંધકામ મટીરીયલના ભાવો વધી ગયા હોય ઠેકેદારે કામ કરવા ના પાડી.

અન્ય સમાચારો પણ છે...