પારડીના ડુંગરી ગામ વર્ષોથી કોંગ્રેસનું ગઢ સમાન રહ્યું છે. 2021ની પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં મોડી રાત્ર સુધી ચાલેલા હોબાળા અને રિ-કાઉન્ટીંગની બબાલ વચ્ચે ભાજપ પ્રરિત સરપંચ રવિન્દ્ર પટેલ 1 મતે વિજેતા જાહેર થયા હતાં. જેને લઇ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર સતિષ પટેલે પારડી નામદાર કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. છેલ્લા થોડા સમયથી ચાલતી સુનાવણી બાદ 3 દિવસથી કોર્ટની અંદર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. સતિષ પટેલના એડવોકેટ તરીકે કિર્તી રાજપુત અને સામા પક્ષના એડવોકેટ મોદી સહિત બંને પક્ષોએ દલીલો કરી હતી.
પરંતુ સોમવારે સાંજે પારડી નામદાર કોર્ટે ચૂંટણી અધિકારીનું પરિણામ રદ કરી પિટિશન કર્તા સતિષ પટેલને 6 મતે વિજેતા કરતો હુકમ કરતાં તમામ અટકળોનો અંત આવ્યો હતો. સ્ટે સહિતની અરજીઓને કોર્ટે રિઝેક્ટ કરી હતી. કોંગ્રેસની તરફેણમાં ચુકાદો આવતાં ભાજપ વર્તુળમાં સોપોં પડી ગયો હતો.પિટિશનકર્તાએ ચૂંટણી અધિકારી સામે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ હેઠળ ફરિયાદ કરવાની તૈયારી હાથ ધરી છે.
તમામ પ્રયાસો છતાં પણ ભાજપને સફળતા ન મળી
ડિસેમ્બર 2021ની પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં ભાજપના કાર્યકરે અધિકારીને એક નેતા સાથે ફોન પર વાત કરાવી હતી. ત્યારબાદ પરિણામ બદલાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી સતિષ પટેલને પોલીસ વિભાગે પણ ફોન કર્યા હોવાની ચર્ચા છે. ચૂંટણીમાં પણ સત્તાના દુરઉપયોગ અંગે કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા હતાં. તમામ પ્રયાસો છતાં ભાજપને ડુંગરી પંચાયત કબજે કરવામાં સફળતા મળી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.