રાજકારણ:પારડી પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ સમિતિની રચના થશે

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ હવે નવી સમિતિની રચના થશે. થોડા દિવસોમાં સામાન્ય સભાના એજન્ડા બહાર પડશે એવી મહિતી મળી રહી છે. પ્રમુખ-ઉપપ્રમુખ સામાન્ય વર્ગમાંથી પસંદગી થઇ નથી. જેનો ગણગણાટ ચૂંટાયલા સભ્યોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કારોબારી અધ્યક્ષ પદે ભાજપ સંગઠન કોના પર વિશ્વાસ મુકે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

પારડી પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે સંપન્ન થઇ હતી. પ્રમુખપદે હસમુખ રાઠોડ અને ઉપપ્રમુખપદે સંગીતાબેન પટેલની વરણી થઇ હતી. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં સામાન્ય વર્ગની બેઠક હોવા છતાં સામાન્ય બેઠકના ઉમેદવારોને ન્યાય મળ્યો નથી. હવે થોડા દિવસોમા પાલિકાની સામાન્ય સભા યોજાનાર છે. જેમાં નવી સમિતિની રચના કરવામાં આવશે. ખાસ કરીને કારોબારી અધ્યક્ષપદે કોણ આવશે તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. કારણ કે પ્રમુખ-ઉપપ્રમુખમાં જેમનું નામ રેસમાં ન હતુ તેઓના નામ જાહેર થયા હતાં. બીજી તરફ વિવિધ સમિતિમાં કોને કોને સ્થાન અપાશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.શહેર ભાજપ સંગઠનને જિલ્લા ભાજપ સંગઠન સાથે ચર્ચા કર્યા બાદ સામાન્ય સભાના એજન્ડા બહાર પડશે એવી માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...