મંજુરી:SBPP બેન્કની ચૂંટણી યોજવા મામલે હવે કલેકટર નિર્ણય લેશે

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ બેઠકમાં 1.30 કરોડના ધિરાણને મંજુરી અપાઇ

સરદાર ભીલાડવાળા બેન્કની બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક શનિવારે મ‌ળી હતી. જેમાં આત્મનિર્ભર યોજનાના ધિરાણ અંગે ચર્ચા થઇ હતી. ખાસ કરીને સરકારે સહકારી ક્ષેત્રની ચૂંટણી યોજના અંગે એક પરિપત્ર બહાર પાડયો છે. આ માટે ભીલાડવાળા બેન્કે ચૂંટણી યોજવા મામલે કલેકટર પાસે મંજુરી માગી છે. કલેકટર મંજુરી બાદ જ ચૂંટણી યોજાશે એવી ચર્ચા બોર્ડ બેઠકમાં થઇ હતી.

સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની બોર્ડ બેઠક શનિવારે ચેરમેન શરદભાઇ દેસાઇની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં સરકારની આત્મનિર્ભર યોજવામાં સભાસદોને આપવામાં આવેલી લોન અંગેની ચર્ચા થઈ હતી. આ સાથે કુલ 68 લોન માટેની અરજી આવી હતી. જેને બહાલી આપી 1.30 કરોડના ધિરાણને મંજુરી આપી હતી. ખાસ કરીને ઓકટોબરમાં ભીલાડવાળા બેન્કની ચૂંટણી યોજાવાની છે, પરંંતુ તાજેતરમાં રાજય સરકારે સહકારી ક્ષેત્રની ચૂંટણી અંગે ગાઇડલાઇન કરી છે. આ અંગે બેન્કની એમ.ડી.કમલેશ પટેલે જણાવ્યુ હતુ કે હાલ કરોના મહામારી ચાલી રહી છે. સરકારે આ માટે એક પરિપત્ર પણ મોકલ્યો છે. બેન્કે ચૂંટણી માટે કલેકટર પાસે મંજુરી માગી છે. કલેકટર મંજુરી આપ્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. બોર્ડ બેઠકમાં ચૂંટણી અંગે કોઇ ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...