સ્વચ્છતા સર્વેક્ષણ:દેશમાં વાપી શહેર 66માં ક્રમે, પાંચ વર્ષમાં પાછળ ધકેલાયું

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કિગમાં સુધારો
  • રેન્કિંગમાં સુધારો આવ્યો પરંતુ સફાઇમાં સુધારો જરૂરી

વાપી શહેરના સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગમાં સુધારો આવ્યો છે. ગત વર્ષે 73ક્રમાંકમાંથી આ ર્ષે દેશમાં વાપીનો ક્રમાંક 66મો આવ્યો છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષની તુલનામાં વાપી પાછળ ધકેલાયું છે. પ્રથમ વર્શે વાપીનો 26મો ક્રમ હતો, હાલ 66માં ક્રમાંક મેળવ્યો છે.

વાપી પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સારુ પ્રદર્શન કરવા છેલ્લા થોડા મહિનાઓથી મહેનત કરી હતી. શનિવારે જાહેર થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી શહેરનો ક્રમાંક 66માં આવ્યો છે. ગત વર્ષે 73માં ક્રમ આવ્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગમાં સુધારો આવ્યો છે, પરંતુ શહેરમાં હજુ સફાઇની કામગીરીમાં સુધારો લાવવો જરૂરી છે. દેશમાં વાપીનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 66માં આવવા પાછળ શહેરીજનોના ફીડબેન્કના માકર્સ વધુ છે. 5 વર્ષમાં વાપી શહેર 26થી સીધુ 66મા ક્રમે પહોંચ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણના પ્રથમ વર્ષે વાપી શહેરનો 26મો ક્રમ આવ્યો હતો. પાંચમાં વર્ષે 66મો ક્રમ પ્રાપ્ત થયો છે. પાલિકાએ ગાર્બેજ ડિસ્પોઝલ પ્રોસેસિંગ સિસ્ટમ, પે એન્ડ યુઝ જાહેર શૌચાલયો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન,સિટિઝન ફીડબેક,રસ્તાઓની સફાઇ માટે સઘન કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...