કામગીરી:વાપી શહેરમાં હવે રોજના 300થી વધુ ભૂગર્ભ ગટરના જોડાણ આપવાનું શરૂ

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી ટાણે ફ્રીની ભાજપે જાહેરાત કરતાં કામગીરી અટવાઇ હતી

વાપી પાલિકા વિસ્તારમાં 6 વર્ષથી ચાલતાં ભુગર્ભ ગટર યોજનાના પ્રોજેકટમાં 80 હજાર સામે 7500 ડ્રેનેજ જોડાણ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલ બાદ પાલિકાએ ડ્રેનેજ જોડાણની કામગીરીમાં ઝડપ વધારી છે. હાલ રોજના 300થી 400 સુધી ડ્રેનેજ કનેકશન આપવામાં આવી રહ્યાં છે. જો કે સ્ટાફના અભાવે થોડી તકલીફ પડી રહી છે. વાપીમાં જીયુડીસીનો ભુગર્ભ ગટર યોજનાનો પ્રોજેકટ હજુ સુધી પૂર્ણ થયો નથી. 203 કરોડના ખર્ચા બાદ પણ લોકોને ડ્રેનેજ જોડાણ મળી રહ્યા ન હતા, પરંતુ છેલ્લા થોડા દિવસોથી પાલિકાની ટીમે ડ્રેનેજ કનેકશન આપવાની કામગીરીમાં ઝડપ વધારી છે.

હાલ રોજ 300થી 400 ભૂગર્ભ ગટરના જોડાણ અપાઈ રહ્યાં છે. જીયુડીસી અને વાપી પાલિકાએ અત્યાર સુધીમાં 20 હજારથી વધુ ડ્રેનેજ જોડાણનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. હાઇડ્રોલિક એન્જીનિયર સંજય ઝાના માર્ગદર્શન હેઠળ ડ્રેનેજ જોડાણ આપવાની કામગીરી તેજ કરવામાં આવી છે. એસટીપી પ્લાન્ટમાં રોજ 3 થી4 એમએલડી પાણી ભૂગર્ભ ગટરથી શુદ્ધ થઈ રહ્યું છે.

અગાઉ પાલિકાની ચુંટણી વખતે ફ્રી કનેક્શનની જાહેરાતના કારણએ સમય જોડાણનું કામ અટવાયું હતું પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ડ્રેનેજ જોડાણની કામગીરીની ઝડપ વધારવામાં આવી છે. આ ઝડપ પાલિકાની ટીમ જાળવી રાખે તે જરૂરી છે. કારણ કે પાણી અને ડ્રેનેજ ક્ષેત્રે પાલિકાની ટીમને નેશનલ એવોર્ડ પણ મળી ચુકયો છે. જેથી હવે 82 હજાર ઘરોમાં ડ્રેનેજ કનેકશનની કામગીરી પૂર્ણ કરવાનો મોટો પડકાર પાલિકાની માથે છે.

અન્ય સમાચારો પણ છે...