તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વાપીની મુખ્ય લાઇનમાં ભંગાણ શહેરમાં બે દિવસ પાણી ન આવે

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિ’થી મરામત કામગીરીમાં સતત વિલંબ

વાપી પાલિકાની મુખ્ય પાઇપ લાઇનમાં ત્રણ દિવસથી મોટુ ભંગાણ પડયુ છે. પરંતુ હજુ સુધી મરામત્ત કામગીરી પૂર્ણ થઇ ચુકી નથી. બે દિવસ લિકેજ રિપેરિંગની કામગીરીના કારણે વાપી શહેરમાં પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઉના‌ળામાં પીવાના પાણી માટે લોકોને શુક્રવારે મુશ્કેલી પડશે. જો કે મરામત્ત કામગીરીમાં વિલંબ થઇ રહ્યો હોવાની માહિતી મળી રહી છે.

વાપી પાલિકાની પાણીની લાઇનમાં સમયાંત્તરે ભંગાણ પડવાથી લોકોએ પીવાના પાણીની મુશ્કેલી પડતી હોય છે, ત્યારે હાલ વાપી હાઇવેના સર્વિસ રોડ પર પાલિકાની 900 એમ.એમ ડાયાની જી.આર.પી. પીવાના પાણીની પાઇપલાઇન લાઇનમાં લિકેજ થયુ છે. આ લિકેજ મોટુ હોવાથી શુક્રવાર અને શનિવારે રિપેરીંગ કામગીરી હાથ ધરાવાની છે. જેના કારણે પાણી પુરવઠો શહેરમાં બંધ રાખવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે.

બે દિવસ પાલિકા દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવશે નહિં. જેના કારણે ગૃહિણીઓને પાણી માટે મુશ્કેલી ઊભી થશે. પાણીની લાઇનમાં થયેલા લિકેજની મરામત્ત કામગીરી મંથરગતિએ ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. પાલિકાના પદાધિકારીઓ લિકેજ મામલે ઝડપથી મરામત્ત કામગીરી થાય તે બાબતે ધ્યાન આપે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...