તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાની આશંકા:રાતામાં અજાણી મહિલાની લાશ મળી

વાપી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોતનું કારણ જાણવા પેનલ PM થશે

વાપીના રાતા ગામે ઝાડી વિસ્તારમાંથી પાસાર થતી ગટર પાસે શનિવારે બપોરે એક અજાણી 30થી 35 વર્ષની મહિલાની લાશ મળી આવી હતી.પોલીસે લાશને કબજે લઇ મોતનું ચોક્કસ કારણ જાણવા સુરત ખાતે પેનલ પીએમ માટે મોકલી છે.

વાપીના રાતા ગામે વડીયાવાડ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ એક ખાનગી જંગલમાં વહેતા ગટરના પાણીમાં અડધું મોઢું ડુબેલ હાલતમાં એક અજાણી 30થી 35 વર્ષની યુવતીની લાશ શનિવારે બપોરે દેખાતા સ્થાનિકોએ આ અંગે ડુંગરા પોલીસને જાણ કરતા સ્થળ પર જઇ લાશનો કબજો લઇ સાધારણ પીએમ કરવાની જગ્યાએ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ સુરત ખાતે પેનલ પીએમ માટે લાશ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મૃત યુવતી પાસેથી કોઇ આધાર કે પુરાવા ન મળતા તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જોકે જે રીતે ઝીડ વિસ્તારમાં ગટરમાંથી લાશ મળી તે જોતા આ મહિલાની હત્યા કરી લાશ ફેકી દેવાયાની શંકા છે.

શરીરે કેસરી કુરતો ને લાલ પાયજામો
મૃતક શરીરે પાતળા બાંધાની, ઘઉંવર્ણ, ઉંચાઇ આશરે 5 ફુટ, કેસરી કલરનો કુર્તો અને લાલ કલરનો પાયજામો પહેરેલ છે અને બંને કાન અને નાકમાં પીળી ધાતુની અને બંને હાથમાં પીળા કલરના પાટલા પહેરેલ છે.

બે દિવસ પહેલાની લાશ હોઇ શકે
જંગલમાંથી મળી આવેલી યુવતીની લાશને જોઇ તે દોઢથી બે દિવસ પહેલાની હોઇ શકે તેમ ડુંગરા પોલીસે આશંકા વ્યક્ત કરી રહી છે. જોકે ફોરેન્સિક રિપોર્ટ બાદ જ વધુ માહિતી મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો