તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દમણથી વોકિંગ કરવા નિકળેલા યુવકની લાશ બીજા દિવસે કચીગામથી મળી હતી. નાશિકના ખડકાલી વિસ્તારમાં રહેતા સૈયદ અહજદ સૈયદ અકબર પીરજાદે ઉ.વ.45 નાની દમણ ખાતે રહેતા સંબંધીના ઘરે ફરવા આવ્યા હતા. 31 માર્ચે સવારે મોબાઇલ ઘરે જ મૂકીને તેઓ વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. જોકે મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતા ભારે શોધખોળ બાદ સંબંધીઓએ આ અંગે નાની દમણ પોલીસ મથકમાં જાણ કરી હતી.
ફરિયાદ બાદ પણ સંબંધીઓ અહજદભાઇની શોધખોળમાં હતા. ત્યારે રવિવારે તેમને કચીગામ પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો હતો કે, અહજદભાઇની લાશ ફર્સ્ટ એપ્રિલના રોજ મોડર્ન ઇંડસ્ટ્રીઝ પાસે રોડ પરથી મળી આવી હતી અને લાશ પાસેથી કોઇ આધાર પુરાવા ન મળતા તેને પોસ્ટમાર્ટમ માટે મોકલાવી તેના વાલીવારસની શોધખોળ કરાઇ રહી હતી. પોસ્ટમાર્ટમમાં અહજદભાઇનું મોત હાર્ટ અટેકથી આવ્યા હોવાનું તબીબે જણાવ્યું હતું.
ડેલ્ટીન સુધી CCTVમાં ચાલતા દેખાયા
ગુમ થયેલા નાશિકના અહજદભાઇની શોધખોળમાં હોટલ ડેલ્ટીન પાસે લગાવેલા સીસીટીવીમાં તેઓ 31 તારીખે સીસીટીવીમાં વાપી તરફ જતા કેદ થયા હતા. જોકે ત્યારબાદથી કોઇ પત્તો ન લાગતા પરિવાર રવિવાર સુધી તેમને શોધી રહી હતી. અંતે કચીગામથી લાશ મળ્યા હોવાની માહિતી પોલીસે આપી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.