તપાસ:વાપીમાં વીજ ટાવર સાથે ફાંસો ખાધેલી મહિલાની લાશ મળી

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપીના ડુંગરા ખાતે આવેલ એક વાડીમાં હાઇટેન્શનથી દોરી બાંધેલી હાલતમાં લટકેલી મહિલાની લાશ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ડુંગરા પોલીસે લાશને કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે. વાપી ડુંગરા પોલીસને શુક્રવારે બપોરે એક કોલ આવ્યો હતો કે, ડુંગરા ખાતે શબ્બીર ઉસ્માન ખાનની વાડીમાં આવેલ એક હાઇટેન્શનથી દોરી બાંધી લટકેલી હાલતમાં એક 20થી 25 વર્ષની મહિલાની લાશ દેખાય આવી છે.

જેથી ડુંગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને લાશનો કબજો મેળવી તેને પીએમ માટે મોકલાવી મૃતકે આપઘાત કરી છે કે તેની હત્યા કરાઇ છે તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે. મૃતક શરીરે પાતળા બાંધાની રંગે ઘઉવર્ણની અને તેની હાઇટ 5 ફુટની છે. શરીરે વાદળી કલરનો કુર્તો તથા કાળા કલરની લેગિસ પહેરેલ આ મહિલા અંગે કોઇને જાણ થાય તો ડુંગરા પોલીસને સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...