તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદે 2020 જિલ્લાની ચકચારી ઘટના:વાપીમાં સૌથી મોટી લૂંટ અને વલસાડમાં સતત 15 દિવસ ચાલેલુ ડિમોલિશન

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપીની IIFLમાંથી લૂંટારૂઓ દિવસે 10 કરોડના સોનાની લૂંટ કરી હતી
વાપીમાં વર્ષ 2020ની શરૂઆત ગોલ્ડ પર લોન આપતી આયઆયએફએલ શાખામાં 9 જાન્યુઆરીના રોજ લૂંટ સાથે થઇ હતી. સવારે ઓફિસ ખુલતા જ મોઢા પર રૂમાલ બાંધીને 6થી વધુ લોકો પિસ્તોલ અને કોયતા લઇને અંદર પ્રવેશી ગયા હતા. લોકરમાંથી 10 કરોડથી વધુના દાગીના અને રોકડા રૂપિયા લઇ ફરાર થતાં જ સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. જિલ્લાભરની પોલીસ સાથે આયઆયએફએલના ગ્રાહકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે બે માસ બાદ મુંબઇથી બે આરોપીની ધરપકડ દાગીના ખરીદનારની પણ ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.

દમણ પાલિકા સભ્યની ગોળી મારી હત્યા થઇ હતી
2જી ફેબ્રુઆરીના રોજ દમણ પાલિકાના ભાજપના સભ્ય સલીમ અનવર બારવટિયા (મેમણ) ખારીવાડ બાઇક શોરૂમમાં ઓફિસમાં બેઠા હતા ત્યારે ધસી આવેલા શખ્સે સલીમ મેમણ કઇ બોલે કે સમજે તે પહેલા ગાોળી મારી ભાગી ગયા હતા. ત્રણ બાઇક શખ્સો આવ્યા હતા આડેધડ ગોળીબારમાં સલીમ મેમણ જમીન પર ઢળી પડયો હતો. દમણના ચકચારિત આ હત્યા કેસમાં વાપીના અગ્રણી ઉપેન્દ્ર રાય સહિત મેહુલ ઠાકુર અને શાર્પશુટરની ધરપકડ થઇ હતી.

વલસાડમાં 150થી વધુ દુકાનો અને કેબિનનો સફાયો
વલસાડમાં સૌથી મોટુ ડિમોલિશન, રિઝર્વ પાર્કિંગ પ્લોટ ખુલ્લો કરાયો. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કલેક્ટર આર.આર.રાવલ અને એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં રોડ માર્જીન અને સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા હતાં.

ચણોદમાં પુત્રએ જ મિલકત વિવાદમાં માતા અને સખીની હત્યા કરાવી હતી
વાપીમાં આયઆયએફએલ લૂંટ બાદ બે જ દિવસમાં ચકચારી ઘટના બની હતી. એક તરફ પોલીસ લૂંટના આરોપીઓને પકડવામાં વ્યસ્ત હતી. તો લૂંટના બે જ દિવસ બાદ 11 જાન્યુઆરીના રોજ વાપીના ચણોદમાં બે મહિલા ઉપર અંધાધુંધ ફાયરિંગ કરી બાઇક પર આવેલા બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ચણોદની મહિલાની હત્યા કરવા આવેલા ઇસમોએ મુંબઇથી આવેલી તેની સખીને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કેસમાં મૃતકના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ તપાસમાં તેના પુત્રએ જ પ્રોપર્ટી અને ચારિત્ર્યને લઇ બિહારના આરોપીઓેને 5 લાખની સોપારી આપી હત્યા કરાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આખરે તમામ આરોપીઓ જેલમાં ધકેલાયા હતા.

ભૂતસરમાં શિક્ષક દંપતિને ત્યાં લૂંટારૂ ત્રાટક્યા : પત્નીની હત્યા બાદ લૂંટ
વલસાડના ભૂતસર સોલંકી ફળિયામાં રહેતા નિવૃત શિક્ષકના ઘરમાં 30મી ઓગષ્ટના રોજ રાત્રે 3.45 લાખની લૂંટ મચાવી શિક્ષકની પત્નીનું મીંઢું દબાવી હત્યા કરી હતી. તે કેસમાં વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે 7 સપ્ટેમ્બરના રોજ લૂંટના ગુનામાં 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતા બોદલાઈ અને રોણવેલ લૂંટનો ભેદ ઉકેલ્યો હતો. 11 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીઓમાં નવસારી પોલીસનો સસ્પેન્ડ થયેલો પોલીસ જવાનની પણ સંડોવણી બહાર આવી હતી.

9 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, હત્યા બાદ લાશ લટકાવી
વાપી ગીતાનગરમાં હ્રદય કંપાવી નાંખે તેમ 9 વર્ષીય સગીરા સાથે 8 ફેબ્રુઆરીએ એક નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આટલું જ નહી હત્યાને આપઘાતમાં ખપાવવા સગીરાની લાશને પંખાથી લટકાવી દિધી હતી. પોલીસ તપાસમાં આરોપી સગીરાની ઘરની બાજુમાં રોજ બપોરે જમવા આવતા હોવાનું બહાર આવ્યું હતું. દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

સાવકી માતાએ 8 વર્ષની બાળકીનું માથું દીવાલમાં અથડાવી હત્યા કરી હતી
24 સપ્ટેમ્બરના રોજ વાપીના છરવાડામાં 8 વર્ષીય બાળકીની લાશ મળી આવી હતી. મૃતકની સાવકી માતાએ પતિ અને પોલીસને જણાવેલ કે, તે બપોરે ઘરમાં સુતેલી હતી અને સાંજે જોતા બાળકી સુતેલી હાલતમાં જ મૃત હાલતમાં દેખાઇ હતી. તપાસમાં બાળકીની હત્યા થયું હોવાનું બહાર આવ્યું હતું. બાળકી સ્કૂલથી ઘરે આવતા જ સાવકી માતાએ તેને હોમવર્ક કરવા કહ્યું હતું. જે માટે ના પાડતા બાળકીનું માથું અને મોઢું પકડી દીવાલ સાથે અથડાયા બાદ છાતી ઉપર બેસીને માર મારતા મોત થયું હતું.

લગ્નેત્તર સબંધમાં પત્નીની હત્યા કરતો પતિ
મહારાષ્ટ્રથી 3 માસ અગાઉ જ લગ્ન કરી છરવાડામાં આવેલી પરિણીતાની લાશ 3મે 2020ની સવારે સાસરેથી મળી આવતા પોલીસે લાશને પેનલ પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. તપાસમાં પતિએ જ 2મે ની રાત્રિએ પત્નીને કોલ્ડ્રીંકમાં ઝેર મિક્સ કરી આપ્યાનું બહાર આવ્યું હતું. તે છતાં શ્વાસ ચાલતા પતિએ તકિયાથી ગળું દબાવી હત્યા કરી દેતા અને સાસરિયા પક્ષ તરફથી વહુ ગરીબ હોય ત્રાસ આપતા પતિ, સહિત સાસુ, જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો