પરિક્રમા:પારનેરા ડુંગરની 82 લોકોએ 4 કિમીની પરિક્રમા દોઢ કલાકમાં નિર્વિધ્ન પૂર્ણ કરી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લા સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજન કરાયું હતું

વલસાડ જિલ્લા સ્થિત પારનેરા મુકામે ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પારનેરા ડુંગર ની પરિક્રમા કરવામાં આવી હતી. જેમાં ટીમના 82 જેટલા સભ્યો જેમાં સોળ બાળકો , સાત વરિષ્ઠ નાગરિકો અને અન્ય યુવા યુવતીઓ ભેગા મળી રવિવારે સવાર ની મજા માણવા ,પર્યાવરણ ને ખૂંદવા માટે પગથિયાં થી નહિ પણ ડુંગર ની પૂર્વ દિશાએથી હાઇકિંગ કરી સવારે છ વાગ્યે ચાર કિમી નું હાઇકિંગ દોઢ કલાકમાં પૂર્ણ કર્યું હતું.

સૌએ ગો ગ્રીન અને પર્યાવરણ સંવર્ધન કરવાના શપથ લીધા હતા.એક વૃક્ષ વાવી પર્યાવરણ નું જતન કરવું તેમજ ગરમી ની ઋતુ દરમિયાન ઘર અગાશી કે બારીએ પાણી છાબ ભરવું અને આંગણે ચણ નાખવું જેવી ટેક લીધી હતી.પારનેરા ગઢ પર બિરાજમાન માતાજીના દર્શન કરી જય માતાજી નાદ સાથે પારનેરા ડુંગર ની પરિક્રમા પૂર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...