તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થળાંતર:વાપી-વલસાડના 60 નવા એકમો 8 હજાર લોકોને રોજગારી આપશે

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાના કારણે ઉદ્યોગો વલસાડ-વાપીમાં આવે છે

ઔદ્યોગિક નગરી તરીકે જાણીતા વાપી જીઆઇડીસી તથા સરીગામ, ઉમરગામ, પારડી અને ગુંદલાવ જીઆઇડીસીમાં છેલ્લા થોડા વર્ષોમાં ઉદ્યોગોનો ગ્રોથ થઇ રહ્યો છે. જિલ્લામાં દર વર્ષે નાના-મોટા 60 જેટલા નવા એકમો આવી રહ્યાં છે. સંઘપ્રદેશ અને અન્ય રાજ્યના એકમો ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાના કારણે વલસાડ જિલ્લામાં સ્થળાંતર થઇ રહ્યાં છે. પરિણામે એક વર્ષમાં 8 હજારથી વધુ રોજગારીની નવી તકો ઊભી થઇ રહી છે.વાપી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર આવ્યાં બાદ ઉદ્યોગોના ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે.

આ સાથે વર્તમાન એકમોનો વિસ્તૃતિકરણનો માર્ગ મોકળો થયો છે. અગાઉ બ્રેક લાગી હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં વાપી જીઆઇડીસીના એકમોના પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવાથી રોજગારીની તકો ઊભી થઇ છે. જેના કારણે સ્થાનિક યુવાનોને સીધો ફાયદો થઇ રહ્યો છે. વાપીની સાથે સરીગામ, ઉમરગામ, પારડી, ગુંદલાવમાં પણ નવા એકમો આવી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, અન્ય રાજયો અને સંઘપ્રદેશના ઉદ્યોગો વલસાડ જિલ્લામાં સ્થળાંતર થઇ રહ્યાં છે.

અહી તમામ ભૌતિક સુવિધાઓ મળી રહી છે. જીઆઇડીસી કચેરી અને ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ, દર વર્ષે સરેરાશ જિલ્લામાં નાના-મોટા 60 જેટલા નવા એકમોથી રોજગારીની તકો વધી રહી છે. સરેરાશ 8 હજાર લોકો માટે રોજગારીની તકો ઊભી થઇ રહી છે. ધીમે-ધીમે જિલ્લામાં ઉદ્યોગોની સંખ્યા પણ વધી રહી છે.

દમણ અને સેલવાસના એકમો સૌથી વધુ પારડીમાં સ્થળાંતર
છેલ્લા બે-ત્રણ વર્ષમાં દમણ અને સેલવાસના એકમો પારડી જીઆઇડીસીમાં સ્થળાંતર થયા છે. કારણ કે અહી સરળતાથી જગ્યા, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિત તમામ સુવિધા મળી રહે છે. અન્ય કોઇ પણ પ્રકારની હેરાનગતિનો પ્રશ્ન પણ રહેતો નથી. જેથી સંઘપ્રદેશના 50થી વધુ એકમો પારડીમાં સ્થળાંતર થયા છે. -નિતિનભાઇ પટેલ, પારડી જીઆઇડીસી પ્રમુખ

નાના-મોટા એકમો આવવાથી યુવાનોને ફાયદો મળશે
તાજેતરમાં ડુંગરી હાઇવે પર બે મોટી કંપની આવી રહી છે. વર્ષ દરમિયાન નાના-મોટા એકમો વલસાડ જિલ્લામાં સ્થાપવામાં આવી રહ્યાં છે. જેમાં વર્તમાન એકમો એકપાન્શન પણ કરતાં હોય છે. નવા એકમો આવવાથી સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળી રહી છે. સરકારી કરતાં ખાનગીક્ષેત્રમાં ઉદ્યોગોના કારણે યુવાનોને સીધી નોકરી મળી રહી છે.- પ્રકાશ ભદ્રા,પ્રમુખ,વીઆઇએ,વાપી
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો