મતદારોનું ચિત્ર:વાપી પાલિકાની ચૂંટણીમાં નવા નોંધાયેલા 15602 યુવા મતદાતાઓ નિર્ણાયક બનશે

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌથી વધુ મતદારો વોર્ડ નં. 5માં 11933, સૌથી ઓછા મતદારો વોર્ડ નં. 1માં 6337

વાપી પાલિકાની 11 વોર્ડની 43 બેઠકો માટે 28 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ગત ટર્મની ચૂંટણી કરતાં આ વખતે 15602 મતદારોનો વધારો થયો છે. જેમાં સૌથી વધુ મતદારો યુવા છે. આ મતદારો ચૂંટણીનું ભાવિ નક્કી કરી નિર્ણાયક સાબિત થનાર છે. બીજી તરફ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.

આ વખતે સૌથી વધુ મતદારો ધરાવતો વોર્ડ નં. 5માં છે. અહી કુલ 11933 મતદારોનો સમાવેશ થાય છે. જયારે સૌથી ઓછા મતદારો વોર્ડ નં.1માં છે. જેમાં 6337નો મતદારો સમાવેશ થાય છે. દર વખતે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળતો હોય છે, આ વખતે આપે પણ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યુ છે.

વોર્ડ વાઇઝ મતોની સંખ્યા

વોર્ડ નં.20162021તફાવત
1533763371011
2739796482551
3773498312097
4836694331067
510603119331330
6676582811516
7715286521500
810383117131330
98846103731527
1060196613594
11801293911379
8660310220515602

સુરત આપના ચૂંટાયેલા સભ્યોના વાપીમાં ધામા
પાલિકાની ચૂંટણી માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે દિવાળી સ્નેહ મિલનમાં હાજરી આપી બાઇક રેલીમાં ભાગ લીધો હતો. જયારે કોંગ્રેસના ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી રહ્યાં છે. પ્રથમ વખત ચૂંટણીમાં ભાગ લઇ રહેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા સુરત મહાનગરપાલિકામાં આપ પાર્ટીના વિજેતા સભ્યોએ વાપીમાં ધામા નાખ્યાં છે.આમ ત્રણેય પાર્ટીએ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે.

ચૂંટણીના માહોલમાં નિરાશા જોવા મળી રહી છે
આ વખતે ચૂંટણીમાં નિરાશા જોવો માહોલ જોવા મળી રહ્યો છે. દર વખતે પાલિકાની ચૂંટણીમાં અલગ માહોલ હોય છે, પરંતુ આ વખતે પ્રચારમાં ઓછા વ્યકિતઓ જોવા મળી રહ્યાં છે. બીજી તરફ મતદારો પણ કયા મુદાને ધ્યાનમાં રાખીને મત આપશે તેના પર સૌની મીટ છે. આ ચૂંટણીમાં કેટલાક શિક્ષિત ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ ચૂંટણી જંગમાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો પૈકી એક પક્ષ વધુ પડતા આત્મ વિશ્વાસ સાથે ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમાવી રહ્યું છે. જ્યારે સામો પક્ષ પોતોની રણનીતિથી આગળ ધપી રહ્યો છે.

43 બેઠકો માટે 129 બુથો પર મતદાન થશે
વાપી પાલિકાની ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાનની પ્રક્રિયા હાથ ધરાનાર છે. જેમાં ચૂંટણી વિભાગે કુલ 129 બુથોની ફાળવણી કરી છે. સંવેદન અને અતિસંવેદશીલ બુથો અંગે બુધવારે ચૂંટણી વિભાગના કર્મચારીઓની બેઠક યોજાનાર છે. જેમાં અતિ સંવેદનશીલ બુથો અંગે નિર્ણય લેવાશે. આ ચૂંટણીની કામગીરી માટે 150થી વધુ કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યાં છે. મતદાનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...