વાપી જીઆઇડીસી પોલીસે આધાર પુરાવા વગર એલ્યુમીનિયમ પ્રોફાઇલ સેક્શન કબજે લઇ ચાલકને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વાપી જીઆઇડીસી પોલીસના એએસઆઇ અમરત નારણભાઇ તથા પો.કો.મયુરસિંહ હરી ચંદ્રસિંહ મંગળવારે અન્ય સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા.
તે દરમિયાન વાઇબ્રન્ટ પાર્ક પાસે આવતા એક આઇસર ટેમ્પો નં.જીજે-16-વી-5614ના ચાલકને પાછળના ભાગે રાખેલા એલ્યુમીનિયમ પ્રોફાઇલ સેક્શન અંગે બીલ પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. ચાલકે પોતાનું નામ અજય દિલીપ ગોસાઇ રહે.કીમ ચોકડી માંગરોળ સુરત બતાવતા અંગઝડતીામાંથી એક ફોન, આઇસર ટેમ્પો અને રૂ.15,07,649નો એલ્યુમિનિયમ મળી કુલ રૂ.20,12,649નો મુદ્દામાલ કબજે લઇ તેની સામે 41(1) ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.