હાલાકી વધી:વાપીમાં આયુષ્યમાન કાર્ડની સિસ્ટમમાં ટેક્નિકલ ક્ષતિઓ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીએચસી-પીએચસી પર આયુષ્માન કાર્ડ માટે કામગીરી શરૂ, લોકોના સમયનો બગાડ

વલસાડ જિલ્લામાં પીએચસી અને સીએચસી ખાતે માં કાર્ડની જગ્યાએ હવે આયુષ્યમાન કાર્ડ વ્યકિતદીઠ આપવામાં આવી રહ્યાં છે, પરંતુ વાપી સહિતના તાલુકામા આયુષ્યમાન કાર્ડની સિસ્ટમમાં ટેક્નિકલ ક્ષતિ વધુ આવી રહી છે. જેથી લોકોનો વધુ સમય બગડી રહ્યો છે. આ સાથે ડોકયુમેન્ટમાં પણ ક્ષતિઓ આવતાં હવે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સ્થ‌ળ નિરીક્ષણ કરવુ જરૂરી છે.

કારણ કે હજારો લોકો આયુષ્યમાન કાર્ડ માટે સરકારી દવાખાનામાં પહોંચી રહ્યાં છે, પરંતુ સિસ્ટમમાં ખામી આવતાં સમયનો બગાડ થઇ રહ્યો છે. આયુષ્યમાન કાર્ડથી ગરીબથી લઇ મધ્યમવર્ગના લોકોને ગંભીર બિમારી વખતે આરોગ્યની સુવિધા મળે છે. જેથી હવે મા કાર્ડની જગ્યાએ આયુષ્માન કાર્ડ માટે લોકો મથામણ કરી રહ્યાં છે. તંત્રએ આ મામલે ટેકનિકલ પ્રશ્ન ઉકેલવો જરૂરી છે.

અહીં કામગીરી ચાલે છે
સુલપડ વાલ્મીમિકી આવાસ, વટાર, છીરી,કોપરલી સહિત પીએચસી અને સીએચસી પર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી ચાલી રહી છે,પરંતુ ટેક્નિકલ ક્ષતિઓ વધુ આવી રહ્યાં છે. વધુ માહિતી મો.9512200441, મો.8238077177 સંપર્ક કરવા એક અખબારયાદીમાં જણાવાયું છે.

કાર્ડ માટે આ પુરાવા સાથે લાભાર્થીઓ લાભ લઇ શકે
ચાર લાખથી નીચે વાર્ષિક આવક આવકનો દાખલો (ઓરીજનલ,રેશન કાર્ડ લોકલ (ઓરીજનલ ) આધારકાર્ડ (ઓરીજનલ ) જો ગ્રામ પંચાયત લાગતું હોઈ તો તલાટીનો દાખલો વગેરેનો સમાવેશ થાય છે.

20 ડિસેમ્બરે વાપીમાં કેમ્પ પણ યોજાશે
વાપી આરોગ્ય વિભાગ દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા વાપી નોટિફાઇડના સહકારથી આયુષ્માન કાર્ડ નવા બનવા તેમજ માં વાત્સલ્ય કાર્ડને આયુષ્માન કાર્ડમાં ફેર બદલ કરવા માટેનો કેમ્પ 20 ડિસેમ્બરે એમ આર કે શોપિંગ કે બી એસ કોલેજ સામે સેલવાસ રોડ જીઆઇડીસી વાપી ખાતે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી સુધી યોજાશે. ભાજપા ઓબીસી મોરચા પ્રમુખ બિમલ ભાઈ,હસમુખ ભાઇ દાવડા ,કિશોર ભાઈ ટાંક,અરવિંદ ભાઇ પટેલનો સંપર્ક કરવા જણાવાયું છે.

મા કાર્ડ હવે આયુષ્માન કાર્ડમાં બદલાશે
વાપી તાલુકા આરોગ્ય અધિકારી મોનિક પટેલે જણાવ્યું હતું કે વાપી તાલુકાના પીએચસી અને સીએચસી ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી ચાલી રહી છે, પ્રથમતબક્કે સિસ્ટમમા એરર આવી રહી છે. મા કાર્ડ હોઇ તો પણ આયુષ્માન કાર્ડ માટે નવેસરથી પ્રક્રિયા કરવાની રહેશે. જરૂરી પુરાવા સાથે લાભાર્થીઓએ નજીકના સરકારી હેલ્થ કેન્દ્ર પર આ કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...