તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:મુંબઇમાં શૂટિંગ બંધ થતા તારક મહેતાની ટીમ દમણમાં

વાપી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓછા ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ શરૂ કર્યું

મહારાષ્ટ્રમાં લૉકડાઉન બાદ અનેક ટીવી શોના પ્રોડ્યૂસર્સ અલગ-અલગ શહેરમાં જઈને શૂટિંગ કરી રહ્યાં છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મેકર્સે 15 દિવસ સુધી શૂટિંગ કર્યું ન હોતું. પ્રોડ્યૂસર્સ પાસે એટલા એપિસોડ બેંકમાં હતા. હવે, અસિત મોદીએ મુંબઈની બહાર વાપી-દમણના રિસોર્ટમાં શૂટિંગ શરૂ કર્યું છે. મિડિયા સાથેની વાત-ચીતમાં અસિત મોદીએ કહ્યું હતું કે આખી ટીમની સાથે તેઓ મુંબઈની બહાર વાપી-દમણ સ્થિત એક રિસોર્ટમાં બાયોબબલમાં રહીને શૂટિંગ કરી રહ્યાં છે.

કોઈ પણ બહારની વ્યક્તિ અંદર આવી શકશે નહીં. પૂરી ટીમ તમામ તૈયારી સાથે અહીંયા આવી છે. જો મુંબઈથી કોઈ કલાકાર કે પછી ક્રૂ કે પ્રોડક્શનનો કોઈ મેમ્બર વાપી આવે છે તો તેણે સૌ પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. તે નેગેટિવ આવે તો જ તે અહીંયા આવી શકશે. અન્ય સિરીયલોના પણ શૂટિંગ ચાલુ થયા છે.

કલાકારો જાતે નાના-મોટા કામ કરે છે
વધુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તે અને આખી ટીમ સાથે મળીને એકબીજાને સપોર્ટ કરે છે. સેટ પર બહુ જ ઓછા ક્રૂ મેમ્બર્સ રાખવામાં આવ્યા છે. નાના-મોટા કામો તમામ કલાકારો જાતે જ કરી રહ્યાં છે. તેમનો પરિવાર મુંબઈમાં છે. જોકે, તે શોના કલાકારો સાથે વાપીમાં છે. આ પણ તેમનો પરિવાર છે અને તે બધાનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમણે રોજમદાર વર્કર્સનું પણ ધ્યાન રાખવાનું છે. શરૂઆતમાં તેઓ અવઢવમાં હતા કે તે શૂટિંગ માટે રાજ્ય બહાર જાય કે નહીં. જોકે, ટીમે જ તેમને મોટિવેટ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો