તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વલસાડ જિલ્લાના 10 ગામોમાં 100 ટકા વેક્સિનેશન માટે તંત્રની કવાયત

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશનને સારો પ્રતિસાદ પણ જથ્થો મળતો નથી, આરોગ્યની ટીમ કલેકટર સાથે બેઠક કરી આ પ્રોજેકટ પૂર્ણ કરશે

વલસાડ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થયુ હોય એવું એક ગામ નોંધાયુ નથી,પરંતુ 85 ટકા વેક્સિનેશન સાથે વલસાડ તાલુકાનું ઉંટડી ગામ આગળ છે.બીજી તરફ જિલ્લાના 10 ગામોમાં 100 ટકા વેક્સિનેશન કરવાની કવાયત ચાલી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ કલેકટર સાથે બેઠક યોજી આ ગામોમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરાશે એવી માહિતી જાણવા મળી રહી છે. જો કે ગ્રામ્ય વિસ્તાર કરતાં હાલ શહેરી વિસ્તારમાં વેક્સિનેશન વધુ થઇ રહ્યું છે.

વલસાડ જિલ્લામાં હાલ કોરોનાને અટકાવવા તંત્રએ વેક્સિનેશન પર ખાસ ભાર મુકયો છે, પરંતુ હજુ સુધી જિલ્લાનું એક પણ ગામમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થયુ નથી. વલસાડ તાલુકાના ધરાસણા પાસે આવેલાં ઉંટડી ,કકવાડી ગામમાં 85 ટકા વેક્સિનેશન થયુ છે. વેક્સિનેશનને વેગ આપવા આરોગ્ય વિભાગે 10 ગામો પર વધુ ભાર મુકવાનો નિર્ણય કર્યો છે. આ અંગે વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યુ હતું કે 10 ગામોમાં 100 વેક્સિનેશન પૂર્ણ કરવા કલેકટર સાથે બેઠક યોજવામાં આવશે.

દરેક તાલુકામાંથી ગામોની પસંદગી કરવામાં આવી છે. વેક્સિનેશનને વધુ વેગ મળે તેવા ઉદેશ્ય સાથે આ 10 ગામોમાં ઝડપથી 100 વેક્સિનેશન પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ઉંટડી-કકવાડીમાં ગામમાં 85 ટકા લોકોએ વેક્સિન લીધી છે. જિલ્લામાં વેક્સિનેશનને હાલ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો સામેથી વેક્સિન મુકાવવા બહાર આવી રહ્યાં છે. જો કે મોટી સંખ્યામાં લોકો બહાર આવતાં રસી કેન્દ્રો પર સવારે દોડી ભીડ જોવા મળી રહી છે.

જાગૃતિ માટે આ 10 ગામોમાં 100 % વેક્સિનેશન સૌથી પહેલા કરાશે
ગામસબ સ્ટેશનવસ્તીવેક્સિનેશન %
ધરાસણાધરાસણા365276
ઉંટડીધરાસણા251184
કકવાડીધરાસણા475385
ઉમરસાડીકોલક464660
વટારવટાર302350.39
કોપરલીકોચરવા412037
ખતલવાડાસરોંડા447666
સરઇનારગોલ857784
હનમતમાળકાંગવી331716.91
સુખાલાઅંભેટી759712.13

શહેરી વિસ્તારમાં રસી માટે લાઇનમાં ઊભા રહેવુ પડે છે
ધરમપુર અને કપરાડાના અંતરીયાળ ગામોમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલી રહ્યુ છે. ખુદ અારોગ્યના કર્મચારીઓ,સરપંચો અને જનપ્રતિનિધિઓ લોકોને સમજાવીને વેક્સિન અપાવી રહ્યાં છે. બીજી તરફ વાપી-વલસાડ,પારડીમાં સવારે વેક્સિન માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. વેક્સિન માટે લોકોએ રાહ જોવાની નોબત આવી રહી છે. શહેરી વિસ્તારમાં વેક્સિનેશનને સૌથી વધુ પ્રતિસાદ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...